Home » Bollywood » Reviews » Film Reviews » ફિલ્મ રિવ્યૂ ઓક્ટોબર, varun dhawan film review october

Movie Review: ઓક્ટોબર

Divyabhaskar.com | Updated - Apr 13, 2018, 12:44 PM

વરૂણ ધવન તથા બનિતા સંધૂની આ ફિલ્મ એક સંવેદનશીલ લવસ્ટોરી છે.

 • ફિલ્મ રિવ્યૂ ઓક્ટોબર, varun dhawan film review october
  ફિલ્મ રિવ્યૂ ઓક્ટોબર
  સ્ટાર-કાસ્ટ વરૂણ ધવન, બનિતા સંધૂ
  નિર્માતા શૂજીત સરકાર
  સંગીત શાંતનુ મોઈત્રા, અનુપમ રોય તથા અભિષેક અરોરા
  પ્રકાર રોમેન્ટિક ડ્રામા

  ડિરેક્ટર શૂજીત સરકારની ફિલ્મ 'ઓક્ટોબર' રીલિઝ થઈ ગઈ છે. વરૂણ ધવન તથા બનિતા સંધૂની આ ફિલ્મ એક સંવેદનશીલ લવસ્ટોરી છે. જે અન્ય ફિલ્મ કરતા અલગ છે. ફિલ્મનો સ્ક્રિનપ્લે જૂહી ચતુર્વેદીએ લખ્યો છે.


  વાર્તાઃ
  ફિલ્મની વાર્તા ડેન ઉર્ફે દાનિશ(વરૂણ ધવન)થી શરૂ થાય છે. તે એક ફાઈવ સ્ટાર હોટલમાં ટ્રેની તરીકે કામ કરે છે. તેની ખાસિયત એ છે કે તે જીવનમાં કોઈ પણ કામને ગંભીરતાથી લેતો નથી. જોકે, તેનું સપનું છે કે તે પોતાની રેસ્ટોરન્ટ શરૂ કરે. જ્યારે ડેનની કલીગ શિઉલી(બનિતા સંધૂ)નો અકસ્માત થાય છે અને તે આઈસીયુમાં દાખલ હોય છે, ત્યારે ડેનને પોતાના જીવનનો ઉદ્દેશ સમજાય છે. શિઉલી કોમામાં જતી રહે છે અને તેની માતા વિદ્યા ઐય્યંગર (ગીતાંજલી રાવ) દીકરી ઠીક થશે, તે આશા ગુમાવી દે છે. જોકે, ડેન પૂરો વિશ્વાસ અપાવે છે કે તે શિઉલી જીવવા માંગે છે અને ઠીક થઈ જશે. સમય પસાર થતા જ શિઉલીના મિત્રો જીવનમાં આગળ વધતા જાય છે. જોકે, ડેન એમ કરી શકતો નથી. તેને પૂરો વિશ્વાસ છે કે તે એક દિવસ તો શિઉલી ઠીક થઈ જશે. તો શું સાચે જ ડેનનો વિશ્વાસ સાચો પડશે?શિઉલીના અકસ્માત બાદ ડેનના જીવનમાં કેવા કેવા ફેરફાર આવે છે?, ફિલ્મનું ટાઈટર ઓક્ટોબર કેમ રાખવામાં આવ્યું છે?, આ તમામ સવાલોના જવાબ માટે તમારે એકવાર તો ફિલ્મ જોવી જ પડશે.


  ડિરેક્શનઃ
  ફિલ્મની વાર્તા પર જૂહી ચતુર્વેદીની જબરજસ્ત પકડ છે. તેણે વાર્તાને પડદાં પર ઉતારવામાં ડિરેક્ટર શૂજીત સરકારે ઘણી જ મહેનત કરી છે. શૂજીતે આત્મવિશ્વાસ સાથે ફિલ્મ બનાવી છે. તેને કારણ વગર મેલોડ્રામા અને વલ્ગારિટીની મદદ લીધી નથી. વાર્તા ધીમે ધીમે આગળ વધે છે અને શિઉલીના અકસ્માત બાદ પરિવારજનોના જીવનમાં આવેલી સ્થિરતાને ઘણી જ સારી રીતે રજૂ કરવામાં આવી છે.


  એક્ટિંગઃ
  શરૂઆતમાં એમ લાગે છે કે વરૂણ ધવન આ રોલ માટે પર્ફેક્ટ નથી પરંતુ ફિલ્મ પૂરી થતા જ તેની ગંભીરતા અને ડિરેક્ટર પ્રત્યે તેનું સમર્પણ સ્પષ્ટ જોઈ શકાય છે. તેણે પોતાના પાત્ર સાથે પૂરતો ન્યાય કર્યો છે. વરૂણ ધવનને ખ્યાલ છે કે તે તેના માટે કયો સબ્જેક્ટ સારો છે અને તે ડિરેક્ટરને પૂરો સપોર્ટ કરે છે. ન્યૂકમર બનિતા સંધૂ પાસે ફિલ્મમાં ખાસ કરવા જેવું કંઈ નહોતું. અકસ્માત બાદ તે પથારીમાં જ જોવા મળે છે. જોકે, જ્યારે જ્યારે તેને તક મળી ત્યારે તેણે સારું કામ કર્યું છે. બનિતાની માતાના રોલમાં વિદ્યા ઐય્યરે સારું કામ કર્યું છે.


  સંગીતઃ
  ફિલ્મનું સંગીત શાંતનુ મોઈત્રા, અનુપમ રોય તથા અભિષેક અરોરાએ આપ્યું છે અને તે ઘણું જ સારું છે. મોઈત્રાએ કમ્પોઝ કરેલું તથા સુનિધીએ ગાયેલું ગીત 'મનવા' સૌથી કર્ણપ્રિય ગીત છે.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ