Divya Bhaskar

Home » Bollywood » Reviews » Film Reviews » Anushka Sharma Makes Comeback After Marriage Through Horror Film Pari

Pari Movie Review: ડરાવે છે ઓછું, ડિસ્ટર્બ વઘારે કરે છે અનુષ્કાની આ ફિલ્મ

Divyabhaskar.com | Updated - Mar 02, 2018, 10:35 AM

‘પરી’ ડિરેક્ટર પ્રોસિત રૉયની હૉરર સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે.

  • Anushka Sharma Makes Comeback After Marriage Through Horror Film Pari

    અનુષ્કા શર્માના હોમ પ્રોડક્શનમાં બેનલી ત્રીજી ફિલ્મ ‘પરી’ રીલિઝ થઈ ગઈ છે. ફિલ્મને પ્રોસિત રૉયે ડિરેક્ટ કરી છે. અનુષ્કા શર્મા સાથે પરમબ્રતા ચેટર્જી, રજત કપૂર અને રિતાભરી ચક્રવર્તીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. લગ્ન બાદ આ અનુષ્કા શર્માની પ્રથમ ફિલ્મ છે.

    ‘પરી’ની વાર્તા
    - ફિલ્મની વાર્તા અનુસાર, અર્નબ (પરમબ્રતા ચેટર્જી), પિયાલી (રિતાભરી ચક્રવર્તી)સાથે મુલાકાત બાદ માતા-પિતા સાથે ઘરે પરત ફરે છે. રસ્તામાં એક અકસ્માત થાય છે અને એક વિચિત્ર ઘટના હેઠળ અર્નબની મુલાકાત સાંકળમાં બંધાયેલી રૂખસાના ખાતૂન (અનુષ્કા શર્મા)સાથે થાય છે. અમુક કારણે અર્નબ રૂખસાનાને પોતાના તે ઘરે લઈ જાય છે જ્યાં તે માતા-પિતાથી અલગ રહેતો હોય છે. વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે, હાસિમ અલી (રજત કપૂર)ની એન્ટ્રી થાય છે. તે પછી ઘણા રહસ્યો અંગે ખુલાસા થાય છે. શું છે રૂખસાનાની કહાણી? રૂખસાનાને પોતાના ઘરે લઈ ગયા બાદ અર્નબની લાઈફમાં કેવી ઘટનાઓ બને છે અને અંતે તેનું પરિણામ શું આવે છે? આ તમામ સવાલોના જવાબ ફિલ્મ જોવા પર મળશે.

    પ્રોસિત રૉયનું ડિરેક્શન
    - પ્રૉસિત રોયએ ફિલ્મની કહાણી પર શાનદાર કામ કર્યું છે. ફિલ્મમાં ડરાવવાના સીન્સને સારી રીતે રજૂ કર્યા છે જે તમને હચમચાવી દેશે. ડાયલૉગ શાનદાર છે. ટીઝરની જેમ ફિલ્મ પણ લોકોને સરપ્રાઈઝ આપશે. જોકે બીજી તરફ હૉરર ફિલ્મસની જેમ આમા પણ સાઉન્ડ ઈફેક્ટથી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અનુષ્કાનો રોલ ડરાવનાર ઓછો અને ડિસ્ટર્બ કરનાર વધુ છે. ફિલ્મનો પ્રથમ હાફ તમને બાંધી રાખે છે. તેની સાઉન્ડ ઈફેક્ટ તમને શોક આપશે પરંતુ ફિલ્મનો બીજા ભાગ નિરાશ કરે છે.

    અનુષ્કા અને અન્ય એક્ટર્સની એક્ટિંગ
    - અનુષ્કા શર્માએ પોતાનો રોલ શાનદાર રીતે ભજવ્યો છે. આ ફિલ્મના રોલને તેના કરિઅરનું શ્રેષ્ઠ પ્રદર્શન કહી શકાય છે. પરમબ્રતા ચેટર્જીએ પણ રોલને ન્યાય આપ્યો છે. જોકે, તેની મંગેતરનો રોલ કરનારી રિતાભરી ચક્રવર્તીની સ્ટોરીમાં કોઈ જરૂર લાગતી નથી. તેના રોલને ફિલ્મમાં બળજબરીપૂર્વક નાખવામાં આવ્યો હોય તેવું લાગે છે. તેની એક્ટિંગ પણ કંઈ ખાસ અસર નથી છોડતી. રજત કપૂર પોતાના રોલમાં ફિટ બેસે છે.

    મ્યૂઝિક
    - ફિલ્મનું મ્યૂઝિક અનુપમ રૉય અને બેકગ્રાઉન્ડ સ્કોર કેતન સોભાએ આપ્યું છે. સ્ટોરી અનુસાર મ્યૂઝિક યોગ્ય છે. પરંતુ ફિલ્મમાં એવું કોઈ ગીત નથી જેને તમે યાદ કરી શકો.

    જોવી કે નહીં
    - જો તમે ઘણા સમયથી કોઈ હૉરર ફિલ્મની રાહ જોઈ રહ્યાં હોવ તો એકવાર આ ફિલ્મ જોઈ શકો છો. જોકે ફિલ્મને A

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending