ઓપન લેટર / હાર્દિક અને રાહુલ - ભલે તમે રોલ મોડલ છો પણ જે ખોટું છે એ ખોટું જ છે

divyabhaskar.com

Jan 09, 2019, 03:29 PM IST
An open letter to cricketer Hardik Pandya and K L Rahul

  • BCCIએ બંને ક્રિકેટર્સને નોટિસ ફટકારી
  • હાર્દિક પંડ્યાએ પોતાના બકવાસ બદલ માફી પણ માગી લીધી

 

'કોફી વિથ કરણ'માં હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલે કંઈક આવું કહ્યું

હાર્દિક પંડ્યાઃ ‘આઈ એમ અ લિટલ ફ્રોમ ધ બ્લેક સાઈડ, સો આઈ લાઈક ટુ વોચ એન્ડ ઓબ્ઝર્વ હાઉ ધે (વિમેન) મુવ.’


હાર્દિકઃ ‘વ્હેન આઈ લોસ્ટ માય વર્જિનિટી (ધેટ્સ ધ ઓન્લી થિંગ આઈ કેન લુઝ), આઈ કેમ હોમ એન્ડ સેઇડ, મૈં કર કે આયા હૈ આજ...’


હાર્દિકઃ ‘એટ અ પાર્ટી વિથ માય પેરેન્ટ્સ, ધે આસ્ક્ડ, તેરાવાલા કૌન સા હૈ? સો આઈ સેઇડ, યે, યે, યે... એન્ડ ધે વેર લાઈક વાહ, પ્રાઉડ ઓફ યુ બેટા!’


કરણ જોહરે કે. એલ. રાહુલને પૂછ્યું કે બંને જણાને જ્યારે એક જ યુવતી પસંદ આવી જાય ત્યારે શું થાય?
કે. એલ. રાહુલ, ‘અપટુ ધ વુમન’...
(અધવચ્ચેથી અટકાવીને) હાર્દિક પંડ્યા: ‘નહીં નહીં, ઐસા કુછ નહીં હૈ, ટેલેન્ટ પે હોતા હૈ. જિસકો મિલા વો લેકે જાઓ. ઈટ્સ ઓન ટેલેન્ટ...’


આ બંને અત્યારના ‘રોલ મોડલ’ છે!

***

આનંદ થયો કે આવી વાહિયાત, સેક્સિસ્ટ, મિસોજિનિસ્ટ, રેસિસ્ટ અને સ્ત્રીઓને પૂરેપૂરી ઓબ્જેક્ટિફાય કરતી એંઠવાડ વાતો કરવા બદલ BCCIએ બંનેને નોટિસ ફટકારી અને હાર્દિક પંડ્યાએ પોતાના બકવાસ બદલ માફી પણ માગી લીધી. એ તો ‘આઈ ગોટ કેરિડ અવે’ કહીને છટકી ગયો, પણ એના દિમાગમાં જે સેક્સિઝમ ભર્યું છે એ તો બહાર આવી જ ગયું. 17 ડિસેમ્બરે ધોની સાક્ષીનાં સેન્ડલની સ્ટ્રિપ બાંધતો હોય એ તસવીરો જોઈને મેં લખેલી વાત જુદા રેફરન્સમાં અહીં આવે છે. તમે જ્યારે ઈમ્પ્રેશનેબલ માઈન્ડ્સના રોલમોડલ-સ્ટાર હો, ત્યારે તમારું ઓન ધ ફીલ્ડ ટેલેન્ટ જ નહીં, બલકે તમારો દેખાવ, તમારા શબ્દો, વિચારો, બિહેવિયર એ બધું પણ બરાબર નોટિસ થતું હોય છે અને બાળકો-ટીનેજર્સ એને ફોલો પણ કરતા હોય છે. એટલે હાર્દિક પંડ્યા આણિ સ્ટાર્સની એ ફરજ પણ બને છે કે એ આવો રદ્દી વાણીવિલાસ ન કરે. પોતાની પર્સનલ લાઈફમાં એ ગમે તેવા ફ્લેમબોયન્ટ હોય, એટલિસ્ટ સ્ત્રીઓને ઓબ્જેક્ટિફાય કરવું એ ‘કૂલ થિંગ’ છે એવો પ્રચાર તો ન જ કરતા ફરે.

હર્ષા ભોગલેએ બરાબર લખ્યું છે કે માત્ર નોટિસ ફટકારવાથી કંઈ નહીં થાય, BCCIએ એમને ડ્રેસિંગ રૂમની અને એમના સ્ટારડમના બબલની બહારની દુનિયા વિશે પણ માહિતગાર કરવાની જરૂર છે.

મને ખબર છે હાર્દિક પંડ્યાને ‘સ્ટડ’ ગણાવીને આ ઉપર લખી એવી વાતોને ઓલ્ડ ફેશન્ડ-રૂઢિચુસ્ત અને ‘સો કોલ્ડ ફેમિનિસ્ટ’ ગણાવીને પરદેશી બોક્સરોથી લઈને ક્રિસ ગેઈલ-સંજય દત્ત સુધીનાં એક્ઝામ્પલ્સ આપનારાઓ પણ આવશે, બટ જે ખોટું છે એ ખોટું જ છે. એની ગિવન ડે ખોટું છે.

X
An open letter to cricketer Hardik Pandya and K L Rahul
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી