ફિલ્મ રિવ્યૂઃ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન

'બાહુબલી' આગળ વામણી પુરવાર થઈ અમિતાભ-આમિરની આ ફિલ્મ

divyabhaskar.com | Updated - Nov 08, 2018, 01:01 PM
Thugs of Hindostan This Vijay Krishna Acharya directorial disappoints at many levels
Critics:

ફિલ્મ રિવ્યૂ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન
રેટિંગઃ 2.5
સ્ટાર કાસ્ટ અમિતાભ બચ્ચન, આમિર ખાન, કેટરિના કૈફ, ફાતિમા સના શેખ
ડિરેક્ટર વિજય કૃષ્ણ આચાર્ય
પ્રોડ્યુસર યશરાજ ફિલ્મ્સ
સંગીત અજય-અતુલ
પ્રકાર એપિક એક્શન-એડવેન્ચર ફિલ્મ

ફિલ્મની વાર્તાઃ
યશરાજ ફિલ્મ્સની 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈ ચાહકોમાં ઘણી જ ઉત્સુકતા જોવા મળી હતી. 300 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મ ઈ.સ. 1700ની વાત કરે છે. જ્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું અને ભારતીય રાજા તેમની સામે લડતા હતાં પરંતુ તેમનો કારમો પરાજય થયો હતો. આવા જ એક રાજા રોનિત રોય હોય છે. તેની દીકરી ઝાફિરા(ફાતિમા સના શેખ)ની સામે જ અંગ્રેજ ક્લાઈવ(લ્યોડ ક્લાઈવ)એ તેના પરિવારની કત્લેઆમ કરી હોય છે. ઝઆફિરા પિતાના સૌથી વિશ્વાસુ માણસ ખુદાબક્ષ આઝાદ(અમિતાભ બચ્ચન)ની મદદથી ઠગ્સ લોકોને ભેગા કરીને અંગ્રેજોની ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે લડે છે. આ સમય દરમિયાન ક્લાઈવનો ખાસ માણસ ફિરંગી(આમિર ખાન)ને આઝાદની શોધખોળ કરવાનું કામ સોંપે છે. ફિલ્મમાં ઘણી જ બધી એક્શન તથા ઈમોશન છે. ફિલ્મમાં આગળ શું થવાનું છે, તે પહેલેથી જ ખબર પડી જાય છે.


રિવ્યૂઃ
વિજય ક્રિશ્ના આચાર્યના ડિરેક્શને અનેક જગ્યાએ દર્શકોને નિરાશ કર્યાં છે. આ ફિલ્મને લઈને ઘણી જ અપેક્ષા હતી. હોલિવૂડ ફિલ્મ 'પાયરેટ્સ ઓફ કેરેબિયન'માંથી પ્રેરિત થઈને બનાવવામાં આવી છે અને તેના જેવો જ પ્લોટ હશે, તેમ માનવામાં આવતું હતું. જોકે, 'ઠગ્સ..' 70ના દાયકાની બોલિવૂડ ફિલ્મ્સ જેવી લાગે છે. હિરો-હિરોઈનના કપડાં 'ધરમવીર'માં ધર્મેન્દ્રે પહેરેલાં કપડાં જેવા જ લાગે છે. વિલનની આગળ હિરો-હિરોઈન ડાન્સ કરે છે અને તેના માણસોને ઝેરવાળી મીઠાઈ ખવડાવીને ભાગી જાય છે.


ફિલ્મમાં બે જહાજને લઈને ઘણી જ વાતો કરવામાં આવી હતી. જોકે, ફિલ્મમાં આ બે જહાજની સાઈઝ જોતા તેને માત્ર હોડી જ કહેવામાં આવે તો કંઈ જ ખોટું નથી. તે ઘણાં જ નાના છે અને તેમાં કોઈ ભવ્યતા જોવા મળી નથી. ઈ.સ. 1700નો દાયકો ઘણો જ સહજતાથી ફિલ્મમાં બતાવ્યો છે. પ્રોડક્શન ડિઝાઈનર સુમિત બાસુએ તે સમયની નાનામાં નાની વાતોનું ધ્યાન રાખ્યું છે. સિનેમેટોગ્રાફર માનુષ નંદને પણ ઘણું જ સારું કામ કર્યું છે. જોકે, નિમ્ન કક્ષાનું ડિરેક્શન તથા વીક પ્લોટને કારણે ફિલ્મની મજા બગડી ગઈ છે.


આમિર ખાને પોતાનું પાત્ર ઘણું જ સારું ભજવ્યું છે. તેના ભાગે બેસ્ટ પંચ પણ આવ્યા છે. ફિરંગી તરીકે આમિર ખાન મેદાન મારી ગયો છે. ફિરંગી પૈસા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. તે સહજતાથી પોતાને મહાન કમીના કહે છે. ખુદાબક્ષ, ઝાફિરા તથા સુરૈયા જાન(કેટરિના કૈફ) એ ફિલ્મમાં સારું કામ કર્યું છે. બચ્ચન પોતાના રોલમાં પર્ફેક્ટલી ફિટ થઈ ગયા છે અને તેમની એક્ટિંગ કમાલની છે પરંતુ કેટલાંક સીન્સમાં તેમનો દેખાવ ઘણો જ કંટાળાજનક લાગે છે. કેટરિના માત્ર બે આઈટમ સોંગમાં જોવા મળે છે પરંતુ તે ઘણી જ ગોર્જીયસ લાગે છે. ફાતિમાએ ફિલ્મમાં ઘણી જ મહેનત કરી છે. તેના એક્શન સીન્સ કમાલના છે.


ફિલ્મનો પહેલો ભાગ દર્શકોને જકડી રાખે છે પરંતુ સેકન્ડ હાફમાં દર્શકોની સહનશક્તિનો અંત આવી જાય છે. બિગ સ્ક્રિન પર એકવાર આ ફિલ્મ જોઈ શકાય પરંતુ 'બાહુબલી' આગળ આ ફિલ્મ વામણી લાગે છે. આ ફિલ્મ જોવા જાવ ત્યારે કોઈ આશા રાખીને જવી નહીં.

X
Thugs of Hindostan This Vijay Krishna Acharya directorial disappoints at many levels
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App