Home » Bollywood » Reviews » Film Reviews » 102 Not Out Movie Review

ફિલ્મ રિવ્યૂ '102 નોટ આઉટ'

Divyabhaskar.com | Updated - May 04, 2018, 02:37 PM

102 નોટ આઉટ સોૌમ્ય જોશીના નાટક પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે

 • 102 Not Out Movie Review
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  102 નોટ આઉટમાં અમિતાભ બચ્ચન અને રિષી કપૂરે અભિનય કર્યો છે

  ફિલ્મ રિવ્યૂઃ 102 નોટ આઉટ
  રેટિંગઃ 3/5
  સ્ટાર-કાસ્ટઃ અમિતાભ બચ્ચન, રીષિ કપૂર, જીમિત ત્રિવેદી
  ડિરેક્ટરઃ ઉમેશ શુક્લ
  પ્રોડ્યુસરઃ ભૂષણ કુમાર
  સંગીતઃ સલીમ સુલેમાન
  પ્રકારઃ કોમેડી ડ્રામા

  વાર્તાઃ દત્તાત્રેય વખારિયા(અમિતાભ બચ્ચન) ચાઈનીઝ મેનનો રેકોર્ડ તોડવા માંગે છે. ચાઈનીઝ મેન 118 વર્ષ જીવ્યો હોય છે અને દતાત્રેય તેથી વધુ જીવવા માંગે છે. તે ઘણાં જ જોલી માણસ છે અને તેમના જીવનમાંથી નકારાત્મક વસ્તુઓ તથા વ્યક્તિઓને બહાર કાઢવા માંગે છે. જોકે, તેમનો 75 વર્ષીય પુત્ર બાબુલાલ(રીષિ કપૂર) ઘણો જ ડરપોક અને પિતાથી તદ્દન વિરોધી પ્રકૃતિ ધરાવતો માણસ છે. દત્તાત્રેય પોતાના પુત્રને ઘરડાઘરમાં મૂકવા માંગે છે. તેથી જે પોતાની રીતે આનંદથી જીવન જીવી શકે. બાબુલાલ પિતાની આ વાતથી ડરમાં છે. તે

  પોતાની જાતને બદલી પણ નથી શકતો અને ઘરડાઘરમાં રહેવા જવા પણ તૈયાર નથી. આ બંનેના જીવનને ધીરુ(જીમિત ત્રિવેદી) જોડીને રાખે છે. તો શું દત્તાત્રેય ચાઈનીઝ મેનનો રેકોર્ડ તોડી શકશે?, શું બાબુલાલ ઘરડા ઘરમાં જશે?, આ તમામ સવાલોના જવાબ માટે તમારે

  થિયેટર સુધી જવું પડશે.

  ડિરેક્શનઃ

  ફિલ્મમાં ઉંમર માત્ર તમારા મનમાં ઠસેલી બાબત છે, તે વાતને ઉજાગર કરે છે. ઉમેશ શુક્લાએ આ ટ્રિકી સબ્જેક્ટને ઘણી જ સહજતાથી ફિલ્મમાં રજૂ કર્યો છે. ફિલ્મમાં કારણ વગરની થ્રિલર્સ લેવામાં આવી નથી. ફિલ્મ થોડીક ધીમી ચાલે છે. સૌમ્ય જોષીની આ ફિલ્મ એકદમ સેન્સિટીવ છે. ઘરડા વ્યક્તિઓ એકલતામાં શું અનુભવતા હોય છે અને કેવી રીતે જીવતા હોય છે, તે વાત સૌમ્ય જોષીએ પોતાના ગુજરાતી નાટકમાં દર્શાવી હતી. વ્યક્તિના એટીટ્યૂડ પરથી તેના જીવન પ્રત્યેનો અભિગમ નક્કી થતો હોય છે. ફિલ્મ મોટા ભાગે મુંબઈના ઘરમાં જ શૂટ કરવામાં આવી છે. ફિલ્મની સ્ટોરીલાઈન ઘણી જ નબળી છે. એક જ ટ્રેક ચાલતો હોવાથી દર્શકો કંટાળી જાય છે. સંવાદો ઘણાં જ ફન્ની છે પરંતુ તેને હજી રસપ્રદ બનાવી શક્યા હોત.

  એક્ટિંગઃ

  અમિતાભ પોતાના પાત્રમાં ઓતપ્રોત થઈ ગયા છે. રીષિ કપૂર આ રોલથી ચાહકોના દિલમાં વસી જશે, તે નક્કી છે. ફિલ્મમાં પિતા-પુત્રના અનેક સીન્સ એવા છે, જેમાં દર્શકો લાગણીશીલ થઈ ઉઠશે. ધીરૂ તરીકે જીમિતે કમાલનું કામ કર્યું છે.

  સંગીતઃ

  ફિલ્મનું સંગીત ધીમું છે પરંતુ 'વક્ત ને કિયા ક્યા સિતમ..' તથા 'ઝિંદગી મેરે ઘર આના..' તથા 'બદુઆ..' સોંગ ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય થઈ ચૂક્યા છે.


  જોવી કે નહીં:

  આ ફિલ્મ સોશ્યિલ મેસેજ આપે છે અને એક ઈમોશનલ ફિલ્મ છે, જો તમને મસાલા ટાઈપ ફિલ્મ પસંદ હોય તો તમારા માટે આ ફિલ્મ નથી.

 • 102 Not Out Movie Review
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  અમિતાભ બચ્ચન અને રિષી કપૂર
 • 102 Not Out Movie Review
  102 નોટ આઉટમાં અમિતાભ બચ્ચન
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ