નેશનલ ફિલ્મ એવોર્ડઃ ઈરફાન ખાન બેસ્ટ એક્ટર, ઉષા જાધવ બેસ્ટ એક્ટ્રેસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

60માં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. 'પાન સિંહ તોમર' માટે ઈરફાન ખાનને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો છે. જ્યારે ઉષા જાધવને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે.

નેશનલ ફિલ્મ એવોર્ડ્સ દેશનો સૌથી મોટો ફિલ્મ એવોર્ડ છે. આ એવોર્ડની શરૂઆત 1973થી કરવામાં આવી છે.


નવાઝને નેશનલ એવોર્ડ મળતાં જ તેણે કહ્યુ હતુ કે કોઈ પણ રીતે ઓળખ મળે, તે ઘણી જ સારી વાત છે. તેને આ માન મળ્યું, તે વાત તેના માટે ખુશીની છે. ખરી રીતે તો ફિલ્મ 'કહાની' અને 'ગેંગ્સ ઓફ વાસેપુર'નો ખરા દિલથી આભાર માને છે. આ ફિલ્મ્સે તેની કરિયરને વેગ આપ્યો છે.

નેશનલ એવોર્ડની યાદી પર એક નજર....

બેસ્ટ ફિલ્મઃ પાનસિંહ તોમર
બેસ્ટ ફિલ્મ(એન્ટરટેઈન્મેન્ટ): વિકી ડોનર
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ ડોલી આહલુવાલિયા(વિકી ડોનર)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ અનુ કપૂર(વિકી ડોનર)
બેસ્ટ એક્ટરઃ ઈરફાન ખાન(પાન સિંહ તોમર), વિક્રમ ગોખલે( મરાઠી ફિલ્મ અનુમતિ)
બેસ્ટ એક્ટ્રેસઃ ઉષા જાધવ(મરાઠી ફિલ્મ દાગ)
બેસ્ટ સાઉન્ડ રેકોર્ડિંગઃ ગેંગ્સ ઓફ વાસેપુર
બેસ્ટ ફિચર ફિલ્મઃ પાનસિંહ તોમર
બેસ્ટ ઓરીજનલ સ્ક્રીનપ્લેઃ સુજોય ઘોષ(કહાની)
બેસ્ટ પ્લબેક સિંગરઃ શંકર(ચિત્તગોંગ - બોલો ના)
બેસ્ટ સોંગઃ બોલો ના(ચિત્તગોંગ)
સ્પેશ્યિલ મેન્શનઃ પરિણીતી ચોપરા(ઈશ્કઝાદે)
બેસ્ટ તેલુગુ ફિલ્મઃઈગા
બેસ્ટ હિંદી ફિલ્મઃ ફિલ્મીસ્તાન
બેસ્ટ ઈન્વેસ્ટીગેટીવ ફિલ્મઃ ઈન્શાઅલ્લાહ કાશ્મીર
ઈન્દિરા ગાંધી એવોર્ડઃ ચિત્તગોંગ
સ્પેશ્યિલ મેન્શન એવોર્ડઃ નવાઝુદ્દીન સિદ્દીકી(ગેંગ્સ ઓફ વાસેપુર)
બેસ્ટ કોરિયોગ્રાફરઃ બિરજુ મહારાજ(વિશ્વરૂપમ)
બેસ્ટ લિરીક્સઃ પ્રસૂન જોશી (ચિત્તગોંગ - બોલો ના)
બેસ્ટ સ્ક્રીનપ્લે રાઈટર(એડોપ્ટેડ) ભાવશે મંડાલિયા અને ઉમેશ શુક્લા(ઓહ માય ગોડ)
બેસ્ટ ડાયલોગઃ અંજલી મેનોન(મલયાલમ ફિલ્મ ઉસ્તાદ હોટલ)
બેસ્ટ ચાઈલ્ડ આર્ટીસ્ટઃ માસ્ટર વિરેન્દ્ર પ્રતાપ(દેખ ઈન્ડિય સર્કસ)
બેસ્ટ એડિટીંગઃ સેલ્યુલોઈડ મેન
બેસ્ટ એડવેન્ચર ફિલ્મઃ મણિપુરી પોની
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનરઃ પૂર્ણિમા(પરદેસી)
બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોરઃ કાલિયાચન