તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'દંગલ' ગર્લે બિકીની ફોટો શૅર કરતા ભડક્યા યુઝર્સ, બબીતા ફોગાટે કર્યો Support

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ 'દંગલ'માં આમિર ખાનની દીકરીનો રોલ કરીને ફેમસ થયેલી એક્ટ્રેસ ફાતિમા સના શેખે તાજેતરમાં જ મેગેઝિન માટે એક ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં તેણે બીચ પર પોઝ આપ્યા છે. જેમાં તે બિકીનીમાં જોવા મળે છે. આ ફોટોઝમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. આ ફોટોશૂટના કેટલાક ફોટોઝ તેણે સોશ્યિલ મીડિયા પર પણ શૅર કર્યા હતાં. જેથી તે ચર્ચામાં  આવી હતી. પરંતુ તેની આ તસવીરો કેટલાક યુઝર્સને પસંદ આવી ન હતી અને તેમણે કમેન્ટનો વરસાદ વરસાવ્યો હતો.
 
ફાતિમાના શૅર કરેલા ફોટો પર ભડક્યા ફેન્સ
-ફાતિમાએ શૅર કરેલી તસવીરોમાં તે કેટલાક ફોટોઝમાં દરિયાકિનારે ખુરશી પર બેસેલી જોવા મળે છે. આ તસવીરમાં તે બિકીની પહેરેલી જોવા મળે છે. તેની આ બિકીની તસવીરો પર કેટલાક યુઝર્સ ભડકી ગયા હતાં. મુસ્લિમ હોવાનું કહીને આ રીતના ફોટો રમઝાન મહિનામાં શા માટે અપલોડ કરવા જોઇએ તે પ્રકારની કમેન્ટ પણ આવી હતી. યુઝર્સ તેની ખૂબ ટીકા કરી રહ્યા છે.
-કેટલાક ફોટોઝમાં તે બેડ પર સૂતેલી પણ જોવા મળે છે. બ્લેક એન્ડ વ્હાઇટમાં પણ તેણે કેટલાક ફોટોઝ પડાવ્યા છે.
 
બબિતા ફોગાટે કર્યો સપોર્ટ
-નોંધનીય છે કે 'દંગલ' પહેલવાન મહાવીર સિંહ ફોગાટના જીવન પર બનેલી છે. મહાવીર સિંહ ફોગાટની દીકરી અને રેસલર બબિતા ફોગાટે ફાતિમાનો સપોર્ટ કર્યો હતો. તેણે ટ્વિટ કરીને લખ્યું હતું કે, "કોણ શું પહેરે છે એ પહેરનારની મરજી પર આધાર રાખે છે પરંતુ રમજાનમાં યુવતીને ગાળ આપવી એવું કયાં લખ્યું છે #FatimaSanaShaikh"
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ ફાતિમાના ફોટોઝ પર આવેલી યુઝર્સની કમેન્ટ્સ...
અન્ય સમાચારો પણ છે...