તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેસ કોન્ફરન્સમાં આ કારણથી રડી પડી એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા, Pics

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ હાલમાં જ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ફિલ્મ રીલિઝ થઈ છે. જોકે, બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ફ્લોપ થઈ હતી. ફ્લોપ થવા માટે આ ફિલ્મ રીલિઝ થાય તે પહેલાં જ ઓન-લાઈન લીક થઈ ગઈ હતી. પાઈરસીને લઈ યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મની એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા રડી પડી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મના કલાકારો આફતાબ, વિવેક તથા રિતેશ પણ હાજર રહ્યાં હતાં.

સેન્સર કોપી થઈ લીકઃ
ઈન્દરકુમારની આ ફિલ્મ રીલિઝ પહેલાં જ લીક થઈ હતી. જે કોપી લીક થઈ છે, તે સેન્સર કોપી છે. આ ફિલ્મ 15 જુલાઈના રોજ રીલિઝ થઈ છે. આ ફિલ્મ 'મસ્તી'નો ત્રીજો ભાગ છે.

યોજવામાં આવી પ્રેસ કોન્ફરન્સઃ
22 વર્ષીય ઉર્વશી પોતાની વાત કહેતા કહેતાં રડી પડી હતી. તેણે કહ્યું હતું કે તે હજી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાં આવી રહી છે અને તેને ક્યારેય આશા નહોતી કે તેની સાથે આવું થશે. ફિલ્મ ઓન-લાઈન લીક થતાં ઉર્વશી ઘણી જ અપસેટ છે. ઉર્વશીએ આગળ કહ્યું હતું કે જ્યારે 'ઉડતા પંજાબ' લીક થઈ ત્યારે તેને ઘણું જ ખરાબ લાગ્યું હતું. જોકે, તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' સાથે પણ આવું જ થશે. સોશ્યિલ મીડિયામાં ચાહકો તેના પર્ફોમન્સના વખાણ કરી રહ્યાં છે પરંતુ તેને ખ્યાલ નથી કે તે ખુશ થાય કે રડે.
આ સેલેબ્સ રહ્યાં હાજરઃ
પત્રકાર પરિષદમાં એકટ્રેસ ઉર્વશી સિવાય ફિલ્મના ત્રણ મુખ્ય કલાકારો રિતેશ દેશમુખ, વિવેક ઓબેરોય, આફતાબ શિવદાસિની સહિત ફિલ્મ નિર્માત્રી એકતા કપૂર તથા ફિલ્મ ડિરેક્ટર ઈન્દર કુમાર હાજર રહ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, પ્રેસ કોન્ફરન્સની ખાસ તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો