Divya Bhaskar

Home » Bollywood » News » Bollywood Buzz » Tumhari Sulu Actress Vidya Balan Mouth On Weight Loss Question

રિપોર્ટરે પૂછયું- ‘વજન ઓછું કરવા માટે કઈં વિચાર્યુ છે', વિદ્યાએ આપ્યો આ જવાબ

Divyabhaskar.com | Updated - Nov 16, 2017, 04:28 PM

વિદ્યા બાલન હાલ પોતાની ફિલ્મ ‘તુમ્હારી સુલુ’ના પ્રમોશનમાં બિઝી છે.

  • Tumhari Sulu Actress Vidya Balan Mouth On Weight Loss Question
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    વિદ્યા બાલન

    મુંબઈ : વિદ્યા બાલન હાલ પોતાની ફિલ્મ ‘તુમ્હારી સુલુ’ના પ્રમોશનમાં બિઝી છે. થોડા સમય પહેલા વિદ્યાએ ફિલ્મના પ્રમોશનલ ઈવેન્ટમાં મીડિયા સાથે વાત કરી હતી, ત્યારે અચાનક એક રિપોર્ટરે તેને તેના વજનને ળઈને સવાલ પૂછ્યો હતો, જે વિદ્યાને જરાય પસંદ નહોતો આવ્યો અને તેને તે રિપોર્ટરને વળતો જવાબ આપ્યો હતો. શું પૂછવામાં આવ્યું વિદ્યાને અને શું જવાબ આપ્યો તેણે...


    -રિપોર્ટરે વિદ્યાને પૂછયું ‘અમે તમારી જેટલી પણ ફિલ્મ જોઈ છે, બધી જ વુમન સેન્ટ્રિક ફિલ્મ્સ છે. આગળ જઈને તમે વુમન સેન્ટ્રિક ફિલ્મ્સમાં જોવા મળશો કે પછી વજન ઓછો કરવા માટે કઈં વિચાર્યુ છે?
    -સવાલ સાંભળીને વિદ્યા આશ્ચર્યચક્તિ થઈ ગઈ હતી. તેણે રિપોર્ટર સામે જોયું અને હસતા-હસતા કહ્યું ‘વુમન સેન્ટ્રિક ફિલ્મ્સ અને વેટ લોસનું શું કનેક્શન છે? તેની પર રિપોર્ટરે ખુલાસો કર્યો કે તે ગ્લેમરસ રોલ અંગે પૂછી રહ્યો હતો.
    -વિદ્યાએ રિપોર્ટરના સવાલનો જવાબ આપતા કહ્યું ‘ હું જે કામ કરી રહ્યો છુ, તેનાથી ખૂબ જ ખુશ છુ. તમારા લોકોનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય તો સારુ થશે.’
    -ઉલ્લેખનીય છે કે સુરેશ ત્રિવેણીના ડિરેક્શનમાં બનેલી ‘તુમ્હારી સુલુ’ કોમેડી ડ્રામા ફિલ્મ છે, જેમાં વિદ્યાની સાથે માનવ કૌલ, નેહા ધૂપિયા અને આર જે મલિશ્કા પણ જોવા મળશે. આ ફિલ્મ 17 નવેમ્બરે રીલિઝ થશે.


    આગળની સ્લાઈડ્સમાં જુઓ ‘તુમ્હારી સુલુ’માં વિદ્યા બાલના કેટલાક ફોટોઝ...

  • Tumhari Sulu Actress Vidya Balan Mouth On Weight Loss Question
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ફિલ્મના એક સીનમાં વિદ્યા બાલન, નેહા ધૂપિયા અને આર જે મલિશ્કા
  • Tumhari Sulu Actress Vidya Balan Mouth On Weight Loss Question
    ફિલ્મના એક સીનમાં વિદ્યા બાલન, નેહા ધૂપિયા અને આર જે મલિશ્કા
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending