તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંજુબાબાની જેલમુક્તિથી ખુશ રિક્ષાવાળાએ દોરાવ્યું 'સંજયના ફેસ'નું ટેટૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ સંજય દત્તના જેલમાંથી છૂટવાની ખુશી તેના પરિવાર અને મિત્રોની સાથે સાથે તેના ચાહકોમાં પણ જોવા મળી રહી છે. સંજય દત્તનું સ્વાગત કરવા તેના ઘરની બહાર તેના હજારો ચાહકો એકઠા થયા હતા. જેમાં એક ઓટોચાલક ફેન સૌ કોઇના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સંદિપ બાચે નામનો આ વ્યક્તિ છેલ્લા 12 વર્ષથી રિક્ષા ચલાવે છે. સંજયના ઘરે આવવાની ખુશીમાં તેણે પોતાની રિક્ષા પાછળ ‘વેલકમ ટુ હોમ બાબા’નું પોસ્ટર ચોંટાડ્યું હતું.
સંજય જેલની બહાર આવતા હું ખૂબ ખુશ છું
સંદિપે જણાવ્યું હતું કે, સંજય દત્ત જેલમાંથી મુક્ત થતાં હું ખૂબ ખુશ છું. હું તેમને મળવા માટે ઉત્સુક છું. સંદિપે તેના હાથ પર સંજયના ચહેરાનું ટેટૂ પણ દોરાવ્યું છે.
આગળની સ્લાઇડમાં જુઓઃ સંબંધિત અન્ય તસવીરો
અન્ય સમાચારો પણ છે...