શ્રદ્ધા અને રાજકુમાર કરશે હોરર-કોમેડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ : થોડા દિવસ પહેલા દિનેશ વિઝાને એનાઉન્સ કર્યુ હતુ કે રાજ અને ડીકેની સાથે મળીને એક હોરર-કોમેડી ફિલ્મ પ્રોડ્યૂસર કરવા જઈ રહ્યાં છે, જેમાં રાજકુમાર રાવ લીડ રોલ પ્લે કરશે. આ ફિલ્મમાં ફિલ્મ લીડ તરીકે શ્રદ્ધા કપૂર જોવા મળશે. સૂત્રોનું માનીએ તો ‘ફિલ્મ માટે ત્રણ પ્રોડ્યૂસર્સની પહેલી પસંદ શ્રદ્ધા કપૂર હતી. બીજી તરફ શ્રદ્ધાને પણ ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ જ પસંદ આવી છે અને તેણે ફિલ્મ માટે હાં કરી દીધી છે.

 

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા શ્રદ્ધાએ કહ્યું હતુ કે, ‘હું એક કોમડી ફિલ્મ કરવા માંગુ છુ. જો કોઈ મારી પાસે એક સારી ફિલ્મ લઈને આવશે તો હું તરત જ તૈયાર થઈ જશઈ. મારા પિતાને ઈન્ડસ્ટ્રીમાં તેમની કોમેડી માટે ઓળખવામાં આવે છે, મને ક્યારેય કોમેડી કરવાની તક નથી મળી’ આ ફિલ્મમાં શ્રદ્ધા એક સાધારણ દેશી છોકરીના રોમાં જોવા મળશે. તેનું કેરેક્ટરમાં એક સરપ્રાઈઝ એલીમેન્ટ હશે. શ્રદ્ધાએ આજ સુધી ક્યારેય હોરર અથવા તો કોમેડી ફિલ્મ નથી કરી તો તેના માટે આ જોનરની પહેલી ફિલ્મ હશે. ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીના ફર્સ્ટ વીક સુધીમાં શરૂ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...