તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

31 વર્ષની ઉંમરે અભિનેત્રીનું થયું નિધન, શુક્રવારે રીલિઝ થઈ અંતિમ ફિલ્મ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ સ્વ. આરતી અગ્રવાલ)
ન્યૂ જર્સીઃ બોલિવૂડ અને તેલુગુ અભિનેત્રી આરતી અગ્રવાલનું 31 વર્ષની ઉંમરે નિધન થયું છે. આરતીના મેનેજરે કહ્યુ હતુ કે, તેને હાર્ટ એટેક આવ્યો હતો. ન્યૂ જર્સીની એક હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી હતી. અહીંયા છ જૂનના રોજ તેનું અવસાન થયું. અહીંયા તેને મોટાપા અને ફેફસાની બીમારીથી પીડિત હતી, તેની સારવાર અહીંયા ન્યૂજર્સીમાં થતી હતી. આ સમય દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો.

તેલુગુ ફિલ્મ 'Nuvvu Naaku Nachav' થી કરી કરિયરની શરૂઆતઃ
પાંચ માર્ચ, 1984માં જન્મેલી આરતીએ 2001માં Nuvvu Naaku Nachav થી તેલુગુ ફિલ્મ્સમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે 'Allari Ramudu', 'ઈન્દ્રા', 'બોબી', 'Adavi Ramudu', 'છત્રપતિ', 'સંક્રાંતિ', 'રનમ 2' સહિત 20 ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેની અંતિમ ફિલ્મ 'રનમ 2' પાંચ જૂન, 2015ના રોજ રીલિઝ થઈ છે.

બોલિવૂડમાં પણ કર્યું છે કામઃ
તેલુગુ ફિલ્મ્સમાં એન્ટ્રી લેતા પહેલાં 2000માં આરતીએ ડિરેક્ટર જોય એગસ્ટિનની ફિલ્મ 'પાગલપન'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે કરન નાથ હતો.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, આરતી અગ્રવાલની ખાસ તસવીરો...)