આ એક્ટ્રેસ બોલી-રેપ કરનારાઓને આપો દર્દનાક સજા, બનાવી દો નપુંસક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોચ્ચીઃ સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ મીરા જસ્મિનનું કહેવું છે કે, મહિલાઓ પર શારીરિક રીતે છેડતી કરનારા લોકોને દર્દનાક સજા આપવી જોઈએ અને તેને 'નપુંસક' બનાવવા જોઈએ. તે એક્ટર અનુપ મેનન સાથે પેરુમબાવુરમાં રેપ અને મર્ડરનો ભોગ બનેલી એક દલિત છોકરીની મા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહી હતી. આ દરમિયાન મીરાએ કહ્યું''રેપ જેવા ક્રાઈમને ડામવા હાલનો કાયદો પર્યાપ્ત નથી '' આવા ક્રિમિનલ્સને નપુંસક બનાવી દેવા જોઈએ
મીરાનું કેહવું છે કે,''રેપ અને મહિલાઓનું સેક્સ્યુલ એસોલ્ટ કરનારા અપરાધીઓ માટે દર્દનાક સજાની જોગવાઈ હોવી જોઈએ. આવા લોકો સામે લડવાનો એક જ રસ્તો છે, કો તેને નપુંસક બનાવી દેવા જોઈએ, આ પ્રકારની સજા હશે તો કોઈ મહિલાઓને અડવાની હિંમત કરશે નહીં.''
કોણ છે મીરા જસ્મીન
34 વર્ષીય મીરા સાઉથ ઈન્ડિયન ફિલ્મ્સની ફેમસ એક્ટ્રેસ છે. તે વર્ષ 2004માં બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ જીતી ચૂકી છે. 2001થી તે સતત સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. તે મલયાલમ, તમિલ, તેલુગુ, અને કન્નડ ભાષાઓની ફિલ્મ્સમાં કામ કરી ચૂકી છે.
વિવાદોમાં પણ રહ્યું છે નામ
તેને વર્ષ 2008માં એસોસિયેશન ઓફ મલયાલમ મૂવી આર્ટિસ્ટ્સ દ્વારા મલયાલી સિનેમામાંથી અનઓફિશીયલી બેન કરવામાં આવી હતી. તેણે ફિલ્મ 'ટ્વિન્ટીઃ20'નું શૂટિંગ કરવાથી ઈન્કાર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિવાય તેણે જ્યારે તલિપરમ્બાના રાજા રાજેશ્વર મંદિરમાં જઈને પૂજા કરી હતી, ત્યારે તેનો હિન્દુ સંગઠનોએ ખૂબ વિરોધ કર્યો હતો. રાજા રાજેશ્વ મંદિરમાં બિન હિન્દુઓને પૂજા કરવાની છૂટ નથી.
આગળની સ્લાઈડ્સમાં મીરા જસ્મિનની વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...