તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલિવૂડ એક્ટ્રેસનો ખુલાસો, ''બસમાં લોકો છેડછાડ-ખોટી રીતે ટચ કરતાં હતાં''

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ અક્ષય કુમાર સ્ટારર 'બેબી' અને 'હોલિડે' જેવી ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ તાપસી પન્નુ તાજેતરમાં પોતાની ફિલ્મ ‘પિંક’ને લઇને ચર્ચામાં છે. જેમાં તે અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહી છે. તાપસીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે કોલેજના દિવસોમાં તેને દિલ્હીની બસોમાં અનેકવાર છેડછાડનો શિકાર થવું પડ્યું હતું. નોંધનીય છે કે ફિલ્મ ‘પિંક’ પણ છેડછાડનો શિકાર થયેલી ત્રણ યુવતીઓની સ્ટોરી છે.
રોજ કરવો પડતો હતો છેડછાડનો સામનો
-એક ફેમસ ન્યૂઝ પેપરને આપેલા ઇન્ટરવ્યુમાં તાપસીએ જણાવ્યું કે, “કોલેજના દિવસોમાં હું ડીટીસી બસમાં જ કોલેજ જતી હતી. મને મારી પહેલી કાર 19 વર્ષે મળી હતી ત્યાં સુધી મેં બે વર્ષ ડીટીસી બસનો જ ઉપયોગ કર્યો હતો. બસમાં મારે લગભગ રોજ છેડછાડનો સામનો કરવો પડતો હતો.”
-“અનેકવાર લોકો મને ખોટી રીતે સ્પર્શ કરતાં તેમજ પડતા હતા. એટલું જ નહીં મારી સાથે જાણીજોઇને ઘસાતા પણ હતાં. એટલું જ નહીં જ્યારે પણ તહેવારમાં ભીડવાળી જગ્યાઓ પર જતા હતા ત્યારે શરીર પર અહીં-તહીં હાથ લગાવતા હતાં.”
કોઇ છેડતું હતું તો એવું લાગતું હતું કે મારી ભૂલ હોય..
-જ્યારે તાપસીને પૂછવામાં આવ્યું કે તમે લોકોની આવી હરકતોને કેવી રીતે સહન કરતા હતા. જવાબમાં તાપસીએ કહ્યું કે,”હકીકતમાં અમારો ઉછેર જ એવા વાતાવરણમાં થયો છે કે અમને વારંવાર કહેવામાં આવ્યું હતું કે અહીં ન જાઓ, ત્યાં ન જાઓ, આવું ન કરો, તેવું ન કરો, આવા કપડા પહેરો આવા નહીં વગેરે..વગેરે.”
-“ક્યારેક તો અમને લાગતું હતું કે ક્યાંક અમે જ તો ખોટા નથી ને. આથી જો કયારેક મારી સાથે આવું થતું હતું તો હું પોતાની જ ભૂલ સમજીને તે જગ્યાએથી ભાગી જતી હતી. શું કરવું અને શું ન કરવું એ તો જાણે માત્ર છોકરીઓ માટે જ બન્યું હોય.”
-નોંધનીય છે કે ડિરેક્ટર અનિરૂદ્ધ રોય ચૌધરીની ફિલ્મ ‘પિંક’માં તાપસી જે રોલ કરી રહી છે તેમાં પણ તેને છેડછાડનો શિકાર બનવું પડે છે. તાપસીની ડેબ્યૂ ફિલ્મ 'ચશ્મે બદ્દૂર' હતી.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, ફિલ્મ ‘પિંક’ની એક્ટ્રેસ તાપસી પન્નુના અન્ય Photos...
અન્ય સમાચારો પણ છે...