# સિનેમા હોલની બહાર ઉત્સવ જેવો માહોલ
ચેન્નાઈના અલ્બર્ટ સિનેમામાં ટિકિટ મળવાની આશાએ 1500 લોકો ઉભા હતાં. કેટલાંક ચાહકોએ ત્યાં આતશબાજી કરતાં પોસ્ટર્સ તથા અન્ય સામનમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થઈ ગયો. ચેન્નાઈના કાસી થિયેટરમાં સવારના ચાર વાગ્યાનો શો, ટ્વિટર પર ફિલ્મ ટ્રેન્ડમાં
# ચેન્નઈમાં 65 લાખના કટઆઉટ અને 90 લાખના પોસ્ટર્સ
ચેન્નાઈમાં રજનીકાંતના લગભગ 13 મોટા કટઆઉટ લગાવવામાં આવ્યા છે. 100થી વધુ મોટા પોસ્ટર્સ. તમામ કટઆઉટની કિંમત 65 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે. તો પોસ્ટર્સ પાછળ 90 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. એક કટઆઉટ તો 80 ફૂટનું છે. આ કટઆઉટ રજનીકાંતનું અત્યાર સુધીનું સૌથી મોટું હોવાનું કહેવાય છે. આર્ટ ડિરેક્ટર જેપી આનંદે આ બનાવ્યું છે. તેમના મતે, 170 ફૂટ કટઆઉટની પરમિશન માંગવામાં આવી હતી પરંતુ મળી નહોતી.
# ક્યાંક લાઠીચાર્જ પણ થયો
રજનીકાંતના એક ચાહક એન. ગોપીએ સત્યમ સિનેમામાં ફિલ્મ જોવા માટે 14 હજાર રૂપિયાની ટિકિટ ખરીદી. એર એશિયાના સીઈઓ અમર અબરાલ પણ 'કબાલી' જોવા સત્યમ સિનેમા આવ્યાં.ચેન્નાઈના અલ્બર્ટ થિયેટરની પાસ ઉભા રહેલાં 1000 ચાહકોએ જબરજસ્તીથી સિનેમા હોલમાં જવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતાં 17 લોકો ઘાયલ. આ ઘટના સવારના ચાર વાગ્યાની છે.
# જેમને ટિકિટ મળી, તેમણે ઉત્સવ મનાવ્યો
મુંબઈમાં 'કબાલી' માટે પણ આવો જ માહોલ. સવારના છ વાગ્યાનો શો હાઉસફૂલ. જેમને ટિકિટ ન મળી તેમણે હંગામો મચાવ્યો. મુંબઈના સૌથી જૂના થિયેટર અરોરામાં પણ ભીડ હતી. અહીંયા 1940થી અંગ્રેજી ફિલ્મ જ હોય છે. જોકે, છેલ્લાં 30 વર્ષથી રજનીકાંતની તમામ ફિલ્મ્સ ચલાવવામાં આવે છે. અહીંયા પણ સવારે છ વાગે શો શરૂ થયો હતો. જેમને ટિકિટ ના મળી, તેમણે આરોપ લગાવ્યો કે ફિલ્મમેકરે થિયેટરના માલિક સાથે મળીને તમામ ટિકિટ કેટલીક કંપનીઓને આપી દીધી છે. કાઉન્ટ પર ટિકિટ મળી નહીં.
રજની માટે છે આવી દિવાનગીઃ
1 # ઘરેણા ગીરવી મૂકીને રજનીને મળવા US ગયા
- એ મુરુગન રજનીકાંતના એક ફેન્સ એસોસિયેશન સાથે જોડાયેલા છે. રજનીકાંતની ફિલ્મ રીલિઝ થાય ત્યારે તેમના ઘરે જઈને અથવા તેમના પરિવાર સાથે ફર્સ્ટ શો જોવે છે.
- આ વખતે રજનીકાંત ઘરમાં રિનોવેશન ચાલતા અમેરિકામાં વર્જીનિયામાં છે.
- મુરૂગનના મિત્રોએ તેના માટે ફાળો એકઠો કર્યો
- મુરૂગને પોતાના ઘરેણા ગીરવે મૂકીને અમેરિકા જવાનું નક્કી કર્યું. જેથી રજની અથવા તેના પરિવાર સાથે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઈ શકે.
2 # મકાન વેચીને પોસ્ટર લગાવ્યા
- ચેન્નાઈમાં રહેતા ગોપીને રજનીકાંતની તમામ ફિલ્મ્સના પોસ્ટર્સ લગાવવાનો શોખ છે. તે ગેસ એજન્સીમાં સિલિન્ડર ડિલીવરી કરવાનું કામ કરે છે.
- ગોપી નાના મકાનમાં રહે છે. પોસ્ટર્સ લગાવવાને કારણે તેના પર દેવુ થઈ ગયું હતું. 'કબાલી' રીલિઝ થતાં ગોપીએ ઘર જ વેચી નાખ્યું, જેથી વધુમાં વધુ પોસ્ટર્સ ચેન્નાઈમાં લગાવી શકે.
3# ફિલ્મ જોવા તમિલનાડુથી કેરળ ગયા
- કોઈમ્બતૂરના એક પરિવારને તમિલનાડુમાં 'કબાલી'ની ટિકિટ મળી નહીં
- પરિવારે કેરળ જઈને ફિલ્મ જોવાનો નિર્ણય કર્યો.
ચેન્નાઈમાં આવતા બે ત્રણ દિવસ સુધી બુકિંગ ફૂલઃ
- તમિલનાડુમાં અંદાજે 1390 મલ્ટીપ્લેક્સ છે. આગામી 2-3 દિવસ સુધી તમામ શોનું બુકિંગ ફૂલ છે.
- રાજ્યમાં 1546 સિંગલ સ્ક્રિનિંગ છે. અહીંયા પણ ત્રણ દિવસનું બુકિંગ ફૂલ છે. તેમ છતાંય લોકો થિયેટરની બહાર ઉભા છે.
- થિયેટરની બહાર ભીડ હોવાને કારણે પોલીસ સુરક્ષા સઘન છે. ત્રણ બટાલિયન મૂકવામાં આવી છે.
- આ ફિલ્મમાં રજનીકાંતે એક ગેંગસ્ટરનો રોલ પ્લે કર્યો છે. પીએ રંજીતના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં રાધિકા આપ્ટે પણ છે.
ફિલ્મે રીલિઝ થતા પહેલા જ કરી 200 કરોડથી વધુની કમાણી
- 160 કરોડમાં બનેલી આ ફિલ્મ રીલિઝ થયા પહેલા જ 200 કરોડની કમાણી કરી ચૂકી છે.
- રીલિઝ પહેલા જ સેટેલાઇટ અને ડિસ્ટ્રિબ્યૂશન રાઇટ્સ વેચીને 200 કરોડની કમાણી કરી છે.
- મૂવીએ ઓવરસીઝ રાઈટ્સમાંથી 30 કરોડ, લેંગ્વેજ રાઈટ્સમાંથી 30 કરોડ, કેરળ-કર્ણાટકના રાઈટ્સથી 15, હિંદી રાઈટ્સથી 16, હિંદી થિએટ્રિક્લ રાઈટ્સથી 15 કરોડ અને કંપનીઓના ટાઈ-અપ્સથી 65 કરોડની ફિલ્મ છે. અન્ય કમાણી અલગ-અલગ સોર્સથી થઈ છે.
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, 'કબાલી' કોની રિયલ લાઈફ પર છે આધારિત...)