કટ્ટર દુશ્મન શાહરૂખ ખાને સલમાન 'ભાઈજાન'નો ફર્સ્ટ લુક કર્યો Release

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ફર્સ્ટ લુક 'બજરંગી ભાઈજાન')
મુંબઈઃ સલમાનનીફિલ્મ'બજરંગી ભાઈજાન'નો ફર્સ્ટ લુક રીલિઝ કરી દેવામાં આવ્યો છે. આ લુકમાં સલમાન ખાનનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાય છે. આ પહેલાંબોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાને સલમાન ખાનની ફિલ્મ 'બજંરગી ભાઈજાન'નો ફર્સ્ટ લુક ટ્વિટર પર જાહેર કર્યો હતો. શાહરૂખ ખાને સલમાનની ફિલ્મનો લુક જાહેર કરતાં ચાહકોને ઘણી જ નવાઈ લાગી છે.
શાહરૂખે ટ્વિટર પર ટ્વિટ કરતાં આ ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. શાહરૂખે ટ્વિટ કરી હતી, ''હિરો કરતાં ભાઈ વધારે મોટો છે. 'ભાઈજાન' 2015 ઈદના દિવસે આવે છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક કેવો લાગ્યો?''
ઉલ્લેખનીય છે કે કબીર ખાનની આ ફિલ્મમાં સલમાન સિવાય કરિના કપૂર છે.
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સલમાની ફિલ્મનો ફર્સ્ટ લુક તથા ઓન લોકેશન તસવીરો...)