તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજનીની 'કબાલી'ના શરૂઆતી શોટ્સ લીક, TWITTER પર યુઝર્સે શૅર કરી ઈમેજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચેન્નાઈઃ રજનીકાંતની ફિલ્મ 'કબાલી' લીક થઈ તે વાત સતત આવી રહી છે. બુધવાર(20 જુલાઈ)ના રોજ આ ફિલ્મના શરૂઆતના શોર્ટ્સ ઓનલાઈન લીક થઈ ગયા હતાં. જોકે, હજી સુધી આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. અનેક યુઝર્સે ફિલ્મની લીક થયેલી ઈમેજ સોશ્યિલ મીડિયામાં શૅર કરવામાં આવી હતી. આ પહેલાં 19 જુલાઈના રોજ પણ ફિલ્મ લીક થઈ તેની ચર્ચા થતી હતી. ફિલ્મ 22 જુલાઈના રોજ રીલિઝ થઈ રહી છે.

કોણે શૅર કર્યાં લીક કરેલા સ્ક્રિન શોટ્સઃ
- મૂવીના શરૂઆતના શોટ્સ લીક થયા બાદ યુઝર્સે કેટલીક ઈમેજ સોશ્યિલ મીડિયામાં શૅર કરી છે
- TamilRockers.comને પોતાના ફેસબુક તથા ટ્વિટર એકાઉન્ટ પર લીકના સ્ક્રિન શોટ્સ પોસ્ટ કર્યાં
- ત્યારબાદ કેટલાંક યુઝર્સે મૂવીના શરૂઆતી શોટ્સ પોસ્ટ કર્યાં હતાં.
- 'કબાલી'નો ક્રેઝ સાઉથ ઈન્ડિયામાં ઘણો જ વધી ગયો છે. ટિકિટોની ઘણી જ ડિમાન્ડ છે
- ચેન્નાઈ તથા બેંગ્લોરની કેટલીક કંપનીઓએ 22 જુલાઈના રોજ રજા જાહેર કરી છે.
- એમ્પ્લોઈ માસ લીવ કે સીક લીવ પર જવાના હતાં. જેને કારણે કંપનીઓએ પહેલાં જ રજાની જાહેરાત કરી હતી.

હાઈકોર્ટે વેબસાઈટ પર મૂક્યો હતો બૅનઃ
- ફિલ્મની પાયરસીના ડરથી ફિલ્મમેકર્સે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો
- ત્યારબાદ હાઈકોર્ટે લગભગ 140થી વધુ વેબસાઈટ અને ફિલ્મ સર્વિસ પ્રોવાઈડ કરનારી વેબસાઈટ પર બૅન લગાવ્યો હતો.
- ત્યારબાદ 19 જુલાઈના રોજ ડાર્ક વેબ મૂવી પર ફિલ્મ લીક થઈ હોવાની ચર્ચા થઈ હતી.

એડવાન્સ બુકિંગમાં મોટભાગના શો હાઉસફૂલઃ
- ફિલ્મમાં રજનીકાંતે ગેંગસ્ટરનો રોલ પ્લે કર્યો છે. પી એ રંજીતના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં રાધિકા આપ્ટે પણ છે.
- 65 વર્ષીય રજનીકાંતની આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ મોટ ભાગના શો હાઉસફૂલ થઈ ગયા છે.
- ઈન્ટરનેશનલ બિઝનેસ ટાઈમ્સ પ્રમાણે, કેટલાંક થિયેટર્સમાં એક ટિકિટનો ભાવ 500-600 રૂપિયા છે.
- ઉર્વશી ડિજીટલ 4K સિનેમા બેંગ્લોર ઓનલાઈન ટિકિટ વેચી રહ્યું છે.
- અમેરિકાના 500 થિયેટર્સમાં આ ફિલ્મ તમિલ તથા તેલુગુ વર્ઝનમાં રીલિઝ થશે. છેલ્લાં ત્રણ અઠવાડિયાથી આ ફિલ્મનું બુકિંગ થઈ રહ્યું છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સોશ્યિલ મીડિયા પર યુઝર્સની પોસ્ટ...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો