તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક સમયે કરતી ધોનીને Date, કેમ માહી સાથેના સંબંધને કહ્યો ડાઘ જેવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ચેન્નાઈ સ્થિત એક્ટ્રેસ લક્ષ્મી રાયે આશા વ્યક્ત કરી છે કે ફિલ્મ 'એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'માં તેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહીં હોય. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થાય છે. લક્ષ્મી રાય તથા ધોની વચ્ચેનું અફેયર ફરીવાર ચર્ચામાં છે. એક સમયે ધોની અને લક્ષ્મી એકબીજાને ડેટ કરે છે, તેવી ચર્ચા થઈ હતી. 2008માં આઈપીએલ દરમિયાન આ વાત ખૂબ ચર્ચાતી હતી.

ધોની અને હું આગળ વધી ગયા પરંતુ લોકો હજી પણ ત્યાં જઃ
લક્ષ્મીએ કહ્યું હતું કે તેને નવાઈ લાગે છે કે લોકો કારણ વગર તેના ભૂતકાળની વાતો કરી રહ્યાં છે. જ્યારે તે અને ધોની જીવનમાં આગળ વધી ગયા છીએ. જોકે, તેને લાગે છે કે કેટલાંક લોકો ત્યાં જ અટકી ગયા છે. આ વાતને આઠ વર્ષનો સમય થઈ ગયો છે. લક્ષ્મીએ કહ્યું હતું કે તે સમયે તે ટીમની બ્રાન્ડ એમ્બેસેડર હતી. ટીમનો હિસ્સો હોવાને કારણે એક વર્ષથી પણ ઓછો સમય તેઓ સાથે રહ્યાં હતાં. તેમણે ક્યારેય એકબીજાને કમિટમેન્ટ આપ્યું નહોતું અને લગ્ન અંગે પણ વિચાર્યું નહોતું. તેને ખબર નથી પડતી કે લોકો હજી પણ કેમ આના વિશે વાતો કરે છે. ધોનીની ફિલ્મમાં તેની પહેલી ગર્લફ્રેન્ડ પ્રિયંકા ઝાની વાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ધોનીએ જ્યારે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો ત્યારે પણ લક્ષ્મી સાથેના તેના અફેયરની વાતોની ચર્ચા થતી હતી.

ધોની સાથેનો સંબંધ ડાઘ જેવોઃ
કેટલાંક વર્ષ પહેલાં અંગ્રેજી ન્યૂઝપેપરને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આટલો સમય વીત્યો હોવા છતાંય જ્યારે પણ ધોનીની વાત થાય ત્યારે તેનું નામ લેવામાં આવે છે. તેની સાથેના રોમાન્સની અફવા ઉડાવવામાં આવે છે. તેને આ પ્રકારની વાતોથી નફરત છે. તેને વિશ્વાસ થઈ ગયો છે કે ધોની સાથેનો તેનો સંબંધ એક ડાઘ જેવો છે, જે જલ્દીથી જશે નહીં. ધોની બાદ તેના ત્રણ-ચાર અફેયર રહ્યાં હતાં પરંતુ તેમાંથી એક પણ અફેયર લોકોને યાદ રહ્યું નથી.

એકબીજાને માન આપીએ છીએઃ
ધોની સાથેના સંબંધો પર લક્ષ્મીએ કહ્યું હતું કે તે ધોનીને ઘણી જ સારી રીતે જાણે છે. જોકે, તે નક્કી નથી કરી શકતી કે તે આ સંબંધોને શું નામ આપે. તેઓ બંને એકબીજાને માન આપે છે અને જીવનમાં આગળ વધી ગયા છે. તેમના સંબંધો ત્યાં જ પૂરા થઈ ગયા હતાં. હાલમાં તે એક્ટિંગ ફિલ્ડમાં ફોક્સ કરી રહી છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ધોનીની પૂર્વ પ્રેમિકા લક્ષ્મી રાયની તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...