તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

KRKએ આલિયા પર કરી ગંદી કોમેન્ટ, ભડક્યો 'બોયફ્રેન્ડ' સિદ્ધાર્થ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ કમાલ આર ખાને (કેઆરકે)એ સિદ્ધાર્થ મલ્હોત્રાની કથિત ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટને લઇને વિવાદાસ્પદ કોમેન્ટ કરતા સિદ્ધાર્થ તેના પર ભડક્યો હતો. વાસ્તવમાં, આલિયા અને સિદ્ધાર્થે ફેશન મેગેઝીન વોગ ઇન્ડિયાના માર્ચ મહિનાના અંક માટે એક ફોટોશૂટ કરાવ્યુ છે. આ કવર પોઝની સાથે કેઆરકેએ ટ્વિટ કર્યું હતું કે, "Alia looks so Bacchi in panty but still some people keep forcing her to wear it." આ ટ્વિટ પર અનેક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. સિદ્ધાર્થે પણ કેઆરકેને બકવાસ બંધ કરવાની સલાહ આપી હતી.
શું કહ્યુ સિદ્ધાર્થે અને પછી કેઆરકેનું શું રહ્યું રિએક્શન
-સિદ્ધાર્થે ટ્વિટ કરીને કહ્યુ કે, “સર હું તમને કહી રહ્યો છું કે બકવાસ બંધ કરો, તેમ છતાં તમે ટ્વિટ કરી રહ્યા છો.”
-જેના પર કેઆરકેએ જવાબ આપ્યો હતો કે, “સરજી ભારતની 130 કરોડની પ્રજા તમને કહી રહી છે કે એક્ટિંગ કરવાનું બંધ કરી દો પરંતુ તમે તેને પરેશાન કરવા માટે ફિલ્મો કરી જ રહ્યા છો”
-સિદ્ધાર્થે કેઆરકેને સલાહ આપતા લખ્યું હતું કે, “મને લાગે છે કે તમારે અંગ્રેજી શીખવાની જરૂર છે, કારણ કે મારી અગાઉની ટ્વિટ ના તમે વાંચી છે ના તમને ખ્યાલ આવ્યો છે.”
-કેઆરકેએ આ ટ્વિટનો જવાબ આપતા લખ્યું કે, ઓકે, હું ટૂંક સમયમાં તારી પાસે શીખવા આવીશ કારણ કે તે દિલ્હીની આઇડિયા ઇન્સ્ટીટ્યૂટમાંથી અભ્યાસ કર્યો છે.
સાથે કામ કરી ચૂક્યા છે સિદ્ધાર્થ અને કેઆરકે
કેઆરકેએ સિદ્ધાર્થ સાથે એક ફિલ્મમાં કામ કર્યું છે. 2014ની સુપરહિટ ફિલ્મ એક વિલનમાં સિદ્ધાર્થ લીડ રોલમાં તો રિતેશ દેશમુખ વિલનની ભૂમિકામાં હતો. આ ફિલ્મમાં કેઆરકેએ નાની ભૂમિકા નિભાવી હતી.
આગળની સ્લાઇડમાં વાંચોઃ કેઆરકે અને સિદ્ધાર્થના ટ્વિટ્સ
અન્ય સમાચારો પણ છે...