શ્રદ્ધા કપૂર અને અર્જુન કપૂર સ્ટારર ફિલ્મ 'હાફ ગર્લફ્રેન્ડ'નો ફર્સ્ટ લુક રીલિઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ શ્રદ્ધા કપૂર અને અર્જુન કપૂર સ્ટારર ફિલ્મ 'હાફ ગર્લફ્રેન્ડ'નો ફર્સ્ટ લુક રીલિઝ થઈ ગયો છે. આ પોસ્ટરમાં શ્રદ્ધા અને અર્જુન વરસાદમાં ન્હાતા અને રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. પોસ્ટરમાં બન્ને વચ્ચેની કેમિસ્ટ્રી જબરદસ્ત જામી રહી છે. ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધા અને અર્જુન પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. ચેતન ભગતની  નોવેલ પર આધારિત છે ફિલ્મ
 
'હાફ ગર્લફ્રેન્ડ' ચેતન ભગતની આ નામની જ નોવેલ પર આધારિત છે, જે વર્ષ 2014માં પ્રકાશિત થઈ હતી. ફિલ્મનું નિર્દેશન મોહિત સુરી કરી રહ્યો છે. ટૂંક સમયમાં જ ફિલ્મનું ટ્રેલર પણ રીલિઝ કરવામાં આવશે. મે માસમાં રીલિઝ થવા જઈ રહેલી આ ફિલ્મમાં સીમા બિશ્વાસ, રેહા ચક્રવર્તી અને વિક્રાંત મસી પણ જોવા મળશે. આ પહેલા ચેતન ભગતની નોવેલ્સ પર '3 ઈડિયટ્સ', 'હેલ્લો', 'કાઈ પો છે' અને '2 સ્ટેટ્સ' સહિત કુલ 4 ફિલ્મ્સ બની ચૂકી છે.
 
આગળની સ્લાઈડ્સમાં ફિલ્મનો ફર્સ્ટ લુક
અન્ય સમાચારો પણ છે...