Divya Bhaskar

Home » Bollywood » News » Bollywood Buzz » Shashi Kapoor became nostalgia in Prithvi Cafe

રોજ અહીં બેસીને પત્નીની યાદોને વાગળોતાં'તાં શશિ કપૂર, આ હતી Favorite જગ્યા

Divyabhaskar.com | Updated - Dec 05, 2017, 06:59 PM

બોલિવૂડ લિજેન્ડ શશિ કપૂરે ચાર ડિસેમ્બરના રોજ સાંજે 5.20 અંતિમ શ્વાસ લીધા હતાં

  • Shashi Kapoor became nostalgia in Prithvi Cafe

    મુંબઈઃ બોલિવૂડ લિજેન્ડ શશિ કપૂરે ચાર ડિસેમ્બરના રોજ સાંજે 5.20 અંતિમ શ્વાસ લીધા હતાં. 79 વર્ષીય શશિ કપૂર પોતાની જૂની યાદોમાં જ મોટા ભાગે જીવતા હતાં. શશિ કપૂર રોજ સાંજે પૃથ્વી થિયેટરની બહાર સમય પસાર કરતાં હતાં. શશિ કપૂરે પત્ની જેનિફર સાથે આ થિયેટરની સ્થાપના કરી હતી. રોજ સાંજે પૃથ્વી થિયેટરમાં આવેલા કાફેના એક કોર્નર જોવા મળતાં હતાં.


    સુહાસ ગુરૂજીને માણતાઃ
    શશિ કપૂર વ્હિલચેરમાં પૃથ્વી કાફેમાં બંસરીવાદક સુહાસ ગુરૂજીને સાંભળતા હતાં. સુહાર ગુરૂજી પૃથ્વી થિયેટરની સ્થાપના થઈ ત્યારે અવાર-નવાર આવતા હતાં.


    અડધો કલાક બેસતાઃ
    કાફેના સ્ટાફના એક સભ્ય પ્રવિણ મિશ્રાએ કહ્યું હતું કે શશિજી પોતાના સીનિય સિટીઝન ફ્રેન્ડ્સ સાથે અડધો કલાક કાફેમાં બેસતા હતાં. તેઓ ગુરૂજીની બંસરી સાંભળતા અને કોફી તથા વેફર્સ ખાતા હતાં.


    છેલ્લાં છ મહિનાથી નહોતા આવ્યાઃ
    પ્રવિણ મિશ્રાએ વધુમાં કહ્યું હતું કે આ વર્ષે શશિજીની તબિયત ઘણી જ ખરાબ થઈ ગઈ હતી. છેલ્લાં છ મહિનાથી તેઓ કાફેમાં આવ્યા હતાં. ચાહકો તેમની સાથે સેલ્ફી પણ લેતા હતાં. શરૂઆતમાં તેઓ રોજ સાંજે આવતા હતાં. પછી તેઓ અઠવાડિયામાં ચાર દિવસ આવતા હતાં. જોકે પછી તેઓ અઠવાડિયામાં એકાદ-બે દિવસ જ આવતા હતાં. જોકે, પછીથી તેમણે અહીં આવવાનું એકદમ જ બંધ કરી દીધું હતું.


    નિધનના દિવસે બંધ હતું પૃથ્વી થિયેટરઃ
    શશિ કપૂરના નિધનના સમાચાર આવ્યા પછી પૃથ્વી થિયેટર બંધ કરી દેવામાં આવ્યું હતું. જોકે, બીજા દિવસે પૃથ્વી થિયેટર રાબેતા મુજબ ચાલુ હતું.


    આ રીતે થઈ હતી પૃથ્વી થિયેટરની સ્થાપનાઃ
    શશિ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂરે 1942માં પૃથ્વી થિયેટરની શરૂઆત કરી હતી. 150 સભ્યોનું આ ગ્રૂપ ભારતભરમાં ફરીને નાટક કરતું હતું. પૃથ્વીરાજ કપૂરનું સપનું હતું કે તેઓ એક થિયેટર કંપનીની સ્થાપના કરે. 1962માં તેમણે જૂહુ આગળ થિયેટર શરૂ કરવા માટે જમીન પણ લીઝ પર લીધી હતી. જોકે, તબિયત બગડતા અને અન્ય કારણોને કારણે આ જગ્યાએ થિયેટર બની શક્યું નહીં. શશિએ પત્ની જેનિફર સાથે પૃથ્વી થિયેટરની સ્થાપના કરી સ્વ. પિતાનું સપનું પૂર્ણ કર્યું હતું.


    (જુઓ, પૃથ્વી થિયેટરની ખાસ તસવીરો....)

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending