Divya Bhaskar

Home » Bollywood » News » Bollywood Buzz » shashi kapoor dead body at his home

શશિ કપૂરનો પાર્થિવ દેહ હોસ્પિટલમાંથી ઘરે લઈ જવામાં આવ્યો, અહીં થશે અંતિમ સંસ્કાર

Divyabhaskar.com | Updated - Dec 05, 2017, 10:59 AM

કોકિલાબેન હોસ્પિટલથી શશિ કપૂરનો પાર્થિવ દેહ પૃથ્વી થિયેટરની બાજુમાં આવેલા તેમના ઘરે લઈ જવામાં આવ્યો

  • shashi kapoor dead body at his home
    +21બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ પદ્મ ભૂષણથી સન્માનિત બોલિવૂડ વેટરન એક્ટર શશિ કપૂરનું નિધન કોકિલાબેન હોસ્પિટલમાં સોમવાર(ચાર ડિસેમ્બર)ના રોજ સાંજે 5.20 વાગે થયું હતું. આજે સાંતાક્રૂઝ હિંદુ સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવતાં પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો.

    ઘરેથી જ નીકળી અંતિમ યાત્રા

    સાંતાક્રૂઝ વેસ્ટમાં આવેલા સાંતાક્રૂઝ હિંદુ સ્મશાનમાં શશિ કપૂરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. કોકિલાબેન હોસ્પિટલથી શશિ કપૂરનો પાર્થિવ દેહ પૃથ્વી થિયેટરની બાજુમાં આવેલા તેમના ઘરે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. વરસતા વરસાદમાં બોલિવૂડ સેલેબ્સ આ અંતિમ યાત્રામાં સામેલ થયા હતાં.

    આ કારણે મળ્યું સન્માન

    શશિ કપૂરને 2011માં પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ જ કારણથી અંતિમ સંસ્કારમાં શશિ કપૂરને ત્રણવાર બંદૂકથી સલામી આપવામાં આવી હતી. આ સિવાય બેન્ડથી સલામી આપવામાં આવી હતી. આટલું જ નહીં નાની એવી પરેડ પણ કરવામાં આવી હતી.

    અંતિમયાત્રામાં આવ્યા આ સેલેબ્સઃ
    શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, અભિષેક, સાહિલ સાંધા, સલીમ ખાન, ગુલશન ગ્રોવર, શક્તિ કપૂર, સંજય દત્ત, અનિલ કપૂર, નસરૂદ્દિન શાહ-રત્ના પાઠક, રાકેશ ઓમ પ્રકાશ, રણબિર કપૂર, વરૂણ બડોલા-રાજેશ્વરી, સ્વ. ઓમ પુરીની પત્ની, દિપ્તી નવલ, મુકેશ રીષિ, રણબિર કપૂર, સૈફ અલી ખાન, કરિના કપૂર, અમિતાભ બચ્ચન સહિતના સેલેબ્સ અંતિમ યાત્રામાં આવ્યા હતાં.


    ઘર બહાર પોલીસ વ્યવસ્થાઃ
    અનેક બોલિવૂડ સેલેબ્સ તથા ચાહકો મોટી સંખ્યામા આવે તેવી શક્યતા હોવાથી શશિ કપૂરના ઘરની બહાર ચુસ્ત પોલીસ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.


    રવિવારે કરવામાં આવ્યા હતાં દાખલઃ
    શશિ કપૂરને રવિવાર(ત્રણ ડિસેમ્બર)ની રાતે દાખલ કરવામાં આવ્યા હતાં. તેમને છેલ્લાં કેટલાંય વર્ષથી કિડનીની બીમારી હતી અને તેમનું નિયમિત રીતે ડાયાલિસિસ કરવામાં આવતું હતું. રવિવારે રાતના તેમની તબિયત બગડી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અહીંયા બીજા દિવસે એટલે કે સોમવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતાં.

    અવસાનના સમાચાર સાંભળતા જ આવ્યા આ સેલેબ્સઃ

    શશિ કપૂરના અવસાનના સમાચાર મળતાં જ રીષિ કપૂરે પોતાનું શૂટિંગ અટકાવીને સીધો હોસ્પિટલ આવ્યો હતો. બચ્ચન પરિવાર પણ હોસ્પિટલ આવી ગયો હતો. આ સિવાય રણબિર કપૂર, ક્રિષ્ના રાજ કપૂર, કરિના કપૂર, રણધિર કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, સંજય કપૂર સહિતના સેલેબ્સ શશિ કપૂરના ઘરે પરિવારને સાંત્વના આપવા આવ્યા હતાં.


    (જુઓ, વરસતા વરસાદ વચ્ચે બોલિવૂડ સેલેબ્સ શશિ કપૂરના અંતિમ દર્શનાર્થે....)

  • shashi kapoor dead body at his home
    +20બીજી સ્લાઈડ્સ જુઓ
  • shashi kapoor dead body at his home
    +19બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબે, સૈફ અલી ખાન, અમિતાભ બચ્ચન
  • shashi kapoor dead body at his home
    +18બીજી સ્લાઈડ્સ જુઓ
    શશિ કપૂરના પાર્થિવ દેહને લઈ જતી કાર
  • shashi kapoor dead body at his home
    +17બીજી સ્લાઈડ્સ જુઓ
    શશિ કપૂરનું ઘર
  • shashi kapoor dead body at his home
    +16બીજી સ્લાઈડ્સ જુઓ
    નસરૂદ્દિન શાહ તથા રત્ના પાઠક
  • shashi kapoor dead body at his home
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
    બોલિવૂડ સેલેબ
  • shashi kapoor dead body at his home
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
    વરૂણ બડોલા પત્ની સાથે
  • shashi kapoor dead body at his home
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
    બોલિવૂડ સેલેબ
  • shashi kapoor dead body at his home
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • shashi kapoor dead body at his home
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્વ. ઓમપુરીની બીજી પત્ની
  • shashi kapoor dead body at his home
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    રણબિર કપૂરની કાર
  • shashi kapoor dead body at his home
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    મુકેશ રીષિ
  • shashi kapoor dead body at his home
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    દિપ્તી નવલ
  • shashi kapoor dead body at his home
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    રાકેશ ઓમપ્રકાશ
  • shashi kapoor dead body at his home
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    પોલીસ વ્યવસ્થા સમયે
  • shashi kapoor dead body at his home
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    રીષિ કપૂર તથા અન્ય
  • shashi kapoor dead body at his home
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    બોલિવૂડ સેલેબ
  • shashi kapoor dead body at his home
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ટીવી એક્ટર સચિન
  • shashi kapoor dead body at his home
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    રીષિ કપૂર
  • shashi kapoor dead body at his home
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    અહીં થશે અંતિમ સંસ્કાર
  • shashi kapoor dead body at his home
    આદર જૈન
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending