શા માટે શશિ કપૂરના પાર્થિવ દેહને લપેટવામાં આવ્યો'તો તિરંગામાં?, કોને મળે રાજકિય સન્માન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટર શશિ કપૂરનું 79 ઉંમરે ચાર ડિસેમ્બરના રોજ અવસાન થયું હતું. પાંચ ડિસેમ્બરના રોજ શશિ કપૂરનું રાજકિય સન્માન સાથે અંતિમ વિદાય આપી હતી. શશિ કપૂરનો પાર્થિવ દેહ તિરંગામાં લપટાયેલો હતો. ત્યારે અનેકના મનમાં સવાલ થતો હતો કે શા માટે શશિ કપૂરને રાજકિય સન્માન આપવામાં આવ્યું.


આ માટે શશિ કપૂરને મળ્યું હતું રાજકિય સન્માનઃ
શશિ કપૂરના પાંચ ડિસેમબરના રોજ સાંતાક્રૂઝ હિંદુ સ્મશાનમાં રાજકિય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવ્યો હતો. પોલીસે તેમને ત્રણ બંદૂકની સલામી આપી હતી. નાની પરેડ કરવામાં આવી હતી બેન્ડ વગાડવામાં આવ્યું હતું. અનેક લોકોના મનમાં થતું હતું કે શશિ કપૂર ના તો નેતા છે, ના તો મુખ્યમંત્રી તો પછી કેમ તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવ્યો હતો. ખરી વાત એ છે કે શશિ કપૂરને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. 


કોને મળે છે રાજકિય સન્માનઃ
ભારતમાં રજાકિય સન્માન વર્તમાન-પૂર્વ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કેન્દ્રિય મંત્રી તથા મુખ્યમંત્રીઓને આપવામાં આવે છે. આ સિવાય કેન્દ્ર સરકાર ઈચ્છે તેને સન્માન આપવાનો આદેશ આપી શકે છે. હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે કેન્દ્ર સરકાર સિવાય રાજ્ય સરકારને પણ આ અધિકાર આપવામાં આવ્યો છે. 


આ છે સન્માન આપવાની પ્રક્રિયાઃ
રાજકિય, સાહિત્ય, કાનૂન, સાયન્સ તથા કળાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યક્તિનું રાજકિય સન્માન કરવામાં આવે છે. આ સિવાય દેશના નાગરિક સન્માન (ભારતરત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ) મેળવનાર વ્યક્તિને પણ રાજકિય સન્માન આપવામાં આવે છે. જોકે, આના માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારની ભલામણ લેવાની હોય છે. રાજ્યના મુખ્યમંત્રી કેબિનેટ મંત્રીની સાથે વિચાર-વિમર્ષ કરીને કોઈ પણ વ્યક્તિને રાજકિય સન્માન આપવાની વાત કરી છે. એકવાર નિર્ણય લેવાઈ જાય એટલે આ આદેશ રાજ્યના ડીજીપી તથા પોલીસ કમિશ્નરને આપવામાં આવે છે. જેથી અંતિમ વિદાયના સમયે રાજકિય સન્માનની તમામ તૈયારી કરી શકાય. 


(જુઓ, શશિ કપૂરના અંતિમ સંસ્કારની ખાસ તસવીરો...)

અન્ય સમાચારો પણ છે...