તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીરાના બેચમેટે લખ્યો લેટર, શાહિદની પત્નીને કહી દંભી અને Narrow-Minded

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે મહિલા દિવસ નિમિત્તે નારીવાદી ભાષણ આપ્યું હતું. તેણે બાળકોને ઘરે છોડીને પોતાની કરિયરમાં આગળ વધતી મહિલાઓને નિશાન બનાવી કોમેન્ટ કરી હતી. હવે મીરાના એક ક્લાસમેટે મીરાને ઓપન લેટર લખી ખરી ખોટી સંભળાવી છે.  મીરાના આ કોલેજમેટે તેની કોલેજ લાઈફના અનેક ખુલાસાઓ કર્યા છે. આ સિવાય મીરાના નિવેદન પર ગુસ્સો પણ વ્યક્ત કરી દંભી અને નેરો માઈન્ડેડ કહી છે. બીજાને કપડાથી જજ કરતી મીરા
 
મીરાના આ ક્લાસમેટે કહ્યું કે, એક સમયે કોલેજમાં જેનું નાક ચડેલું રહેતું તે છોકરી આજે નારીવાદની વાતો કરી રહી છે. આ સિવાય મીરા બીજાને કપડાથી જજ કરતી હતી, અને સ્લીમ ના હોય એવી છોકરીઓને તુચ્છ ગણતી હતી.
 
બેચમેટે શું લખ્યું છે લેટરમાં?
 
મીરાના કોલેજમેટે લખ્યું,''ડિયર મીરા તારો ઈન્ટરવ્યુ જોયો, તારા વિચાર સાંભળી ખૂબ ખરાબ લાગ્યું. આપણે ત્રણ વર્ષ એક જ કોલેજ અને ક્લાસમાં પસાર કર્યા છે. હું દાવા સાથે કહી શકું કે, તારું આ ફેમિનિઝમનું સ્ટેટમેન્ટ માત્ર દેખાડો છે. મેં કોલેજમાં તારી આસપાસ ટોળી જોઈ છે, અને તે સ્લીમ ના હોય અથવા તો ફેશન 'સ્ટાન્ડર્ડ્સ' મુજબની ના હોય તેને તુચ્છ ગણતી હતી. તે સમયનો દ્રષ્ટીકોણ તારું બંધિયારપણું દર્શાવે છે. અને હાં વર્કીંગ માતાઓ માટે તારું સ્ટેટમેન્ટ ભુલવા લાયક નથી. તારું આ નિવેદન મહિલાઓને વાસ્તવિક સશક્તિકરણના તે સમયમાં લઈ જાય છે, જેના અંગે તને કંઈપણ ખબર નથી. ''
 
મહિલા દિવસે મીરાએ વર્કીંગ મહિલાઓને બનાવી હતી નિશાન

મીરાએ મહિલા દિવસ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ''મને મીશા સાથે ઘરે રહેવું પસંદ છે. હું કામ માટે મારા બાળક વિના એક કલાક વિતાવી શકું નહીં. મારી પ્રેગ્નન્સી ઘણી મુશ્કેલ રહી હતી. મારી દીકરીને આ દુનિયામાં લાવવા માટે પાંચ મહિના મુશ્કેલ રહ્યા હતા. હવે હું શક્ય એટલો સમય તેની સાથે જ વિતાવવા માગું છું.મેં મારી જવાબદારીઓ નક્કી કરી લીધી છે,અને મારામાં જવાબદારીઓ પુરી કરી શકું એટલી ઉર્જા પણ છે. મને સારી મા અને પત્ની થવું પણ ગમે છે. મને મૂલ્યો સાથેનું ઘર પણ પસંદ છે. મારી દીકરી પપ્પી નથી, મારે તેના માટે ઘરે રહેવું જોઈએ. તેને મોટી થતા જોવી તે સૌથી મોટો અહેસાસ છે.''
 
આગળની સ્લાઈડ્સમાં મીરા અને શાહિદના વધુ ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો