તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રઈસ-કાબિલ Clash:SRKની રીતિકના પપ્પા સાથે મુલાકાત, ના આવ્યું કોઈ રિઝલ્ટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ શાહરૂખની ફિલ્મ 'રઈસ' અને રાકેશ રોશન પોતાની ફિલ્મ 'કાબિલ' જાન્યુઆરીમાં એક જ દિવસે રીલિઝ કરવા પર અડગ છે. તેને લઈ શાહરૂખે રાકેશના ઘરે તેની સાથે મુલાકાત પણ કરી હતી.
આ દરમિયાન 'રઈસ'ના કો-પ્રોડ્યુસર રિતેશ સિધવાણી પણ હાજર રહ્યા હતા. પરંતુ તેની આ મુલાકાતનું કોઈ પરિણામ આવ્યું નહોતું. કોઈપણ સમાધાન કરવા તૈયાર નથી. શાહરૂખનું આ મુલાકાત અંગે કહેવું છે કે, ''અમે એકબીજા સાથે વાતચીત કરી છે અને હવે લાગે છે કે, અમે એક્ટર છીએ અને આ મામલો પ્રોડ્યુસર્સ પર છોડી દેવો જોઈએ. '' જ્યારે રાકેશ રોશન કહી રહ્યા છે કે, આ એક ઔપચારિક મુલાકાત હતી. તે ઘણા દિવસથી મિત્ર શાહરૂખને મળ્યો નહોતો, આથી આ મુલાકાત રાખી હતી.
જો આવું હોય તો આ મીટિંગ રિતેશ સિદ્ધવાણીનું હાજર રહેવું સમજથી પર છે. આગળ સિનિયર રોશન કહે છે''મુલાકાતમાં સામાન્ય વાતચીત થઈ, એવી રીતે જે રીતે પહેલા થતી આવી છે. મેં અને શાહરૂખે અનેક ફિલ્મ્સ સાથે કરી છે. મેં તેને 'કિંગ અંકલ'થી બ્રેક આપ્યો અને બાદમાં 'કોયલા' તથા 'કરણ-અર્જુન' કરી.''
ફિલ્મની આ ટક્કર પર કોઈ નિર્ણય થવા અંગે ફિલ્મ મેકર રોશને કહ્યું''તેમાં કંઈપણ ફેરફાર થશે નહીં, અમે પહેલેથી જ પોતાની ફિલ્મની રીલિઝની જાહેરાત કરી ચૂક્યા હતા. આમ છતાં અમે મિત્રો હોવાથી કોઈ ઉકેલ લાવવામાં આવશે. ''

તો બીજી તરફ શાહરૂખે પોતાના ટ્વિટમાં કહ્યું કે''આ મામલાને વધુ ખેંચવા કરતા સારું એ છે કે, એકને યોગ્ય રીલિઝ મળી જાય.'' આ અંગે હજુ કંઈપણ સ્પષ્ટ કહી શકાય નહીં, કે 26 જાન્યઆરીના રોજ બોક્સ ઓફિસ પર કોણ બાજી મારશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો