તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાહરૂખ ખાને કહ્યું - સ્ટન્ટ સીન નહીં, લવ મેકિંગ સીનમાં થઇ જઉં છું ઘાયલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ શાહરૂખ ખાન ગત વર્ષોમાં અનેક સર્જરીમાંથી પસાર થઇ ચૂક્યો છે. શાહરૂખ ડાબા ખભામાં લાંબા સમયથી દર્દની પરેશાનીનો સામનો કરી રહ્યો છે. આ પહેલા પણ તેની સર્જરી થઇ ચૂકી છે અને હવે તે જ ખભામાં બીજી વાર સર્જરી થઇ છે. તાજેતરમાં જ શાહરૂખે ખુલાસો કર્યો હતો કે તેને આ ઇજા કોઇ ડેન્જરસ સીનમાં નહીં પરંતુ લવ મેકિંગ સીન્સ દરમિયાન થઇ હતી. 
 
રોમાન્સ દરમિયાન થઇ ઇજા
શાહરૂખે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે,'વિચિત્ર વાત છે કે મને ક્યારેય કોઇ ખતરનાક વસ્તુઓ કરતા ઇજા નથી થઇ. હું રોમાન્ટિક હિરો છું. માત્ર પ્રેમ કરતાં સમયે જ મને ઇજા થાય છે (હસે છે). મારા ઘૂંટણમાં પણ તકલીફ છે. આ તકલીફ મને કોઇ સ્ટંટ સીન દરમિયાન નહીં પરંતુ ડાન્સ કરતાં થઇ હતી'
 
પોતાના સ્ટંટ કરે છે શાહરૂખ, ડોક્ટરે કર્યો ખુલાસો
 
-શાહરૂખ અનેકવાર સર્જરીમાંથી પસાર થયો છે. શાહરૂખના ડોક્ટરે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે શાહરૂખે પોતાના સ્ટંટ કરવા માટે સ્ટંટમેનને રૂપિયા આપ્યા હતાં જેથી તે પોતે જ સ્ટંટ કરી શકે. તે સ્ટંટ દરમિયાન તેની પીઠમાં ઇજા થઇ હતી.
-એવા તો અનેક કિસ્સાઓ છે પરંતુ શાહરૂખ આ દરેકને નકારે છે. નોંધનીય છે કે શાહરૂખ છેલ્લા 25 વર્ષથી નાણાવટી હોસ્પિટલનો એસોસિએટ છે. ડો. અલી હંમેશા શાહરૂખની સારવાર કરે છે. ત્યાં સુધી કે શાહરૂખની બહેન, પત્ની અને બાળકોની સારવાર પણ ડો. અલી જ કરે છે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય Photos....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો