તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિરેક્ટર સાથે કેદારનાથમાં જોવા મળી કરિનાની સાવકી દીકરી સારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ તાજેતરમાં જ સારા અલી ખાન મોમ અમૃતા સિંહ, ડિરેક્ટર અભિષેક કપૂર અને સુશાંત સિંહ રાજપુત સાથે કેદારનાથમા જોવા મળી હતી. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ અભિષેક કપૂરે મીડિયાને એ વાત જણાવી હતી કે સારા અલી ખાન તેની ફિલ્મ 'કેદારનાથ'થી ડેબ્યૂ કરી રહી છે. હાલ અભિષેક પોતાની સ્ટારકાસ્ટ સાથે ઉત્તરાખંડમાં છે. સૂત્રો અનુસાર તે પોતાની ફિલ્મનો મોટોભાગ અહીં જ શૂટ કરશે.

ફોટો થયો વાયરલ
-એક લિડીંગ ડેઇલીના જણાવ્યાનુસાર સારા અને અભિષેક મંદિરની સવારની આરતીમાં જોવા મળ્યા હતાં. આ દરમિયાન તેમણે મંદિરની બહાર એક ફોટો પણ લીધો હતો. જે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. સુશાંત સિંહ અને સારા સ્ટારર આ એક રોમાન્ટિક ફિલ્મ છે.
અન્ય સમાચારો પણ છે...