તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સલમાન વિષે સવાલ પૂછતાં મીડિયા પર ભડક્યો સંજુબાબા, જાણો શું કહ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ તાજેતરમાં એવા ન્યૂઝ હતાં કે ફેબ્રુઆરીમાં જેલમાંથી બહાર આવ્યા બાદ સંજય દત્ત અને સલમાન ખાનની મુલાકાત થઇ ન હતી. મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું કે એકબીજાની અત્યંત નજીક રહેલા સંજય અને સલમાન વચ્ચે અણબનાવનું કારણ રણબિર બન્યો હતો. પરંતુ આ બધા જ ન્યૂઝને રણબિરે નકાર્યા છે.
સલમાન મારા નાના ભાઇ જેવોઃ સંજય
-રવિવારે(17 જુલાઇ) સંજય દત્ત મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.
-મીડિયાએ તેને સલમાન અને તાજેતરમાં જ રીલિઝ થયેલી ફિલ્મ 'સુલતાન' વિશે સવાલ કર્યો હતો.
-જ્યારે રિપોર્ટરે તેને પૂછ્યું કે તમે સલમાનને નથી મળ્યા ત્યારે આ સાંભળીને સંજય દત્ત ગુસ્સે થયો હતો.
-ગુસ્સામાં તેણે કહ્યું કે,"હું મેડ્રિડમાં તેને મળ્યો હતો. આ વાતની કોન્ટ્રોવર્સી ન બનાવો. તે મારા નાના ભાઇ જેવો છે જે મને ફિલ્મ(સુલતાન) બતાવશે."
-જ્યારે સંજયને તેની અપકમિંગ ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે હજુ કશું નક્કી નથી.
કેવી રીતે થઇ હતી કોલ્ડવોરની શરૂઆત?
-સલમાન ખાન અને સંજય દત્ત વચ્ચે કોલ્ડવોરના ન્યૂઝ અનેક મહિનાઓથી આવી રહ્યા હતાં.
-હકીકતમાં જ્યારથી સંજય દત્ત જેલમાંથી બહાર આવ્યો છે ત્યારથી સલમાન તેની સાથે સીધી મુલાકાત કરવાથી બચી રહ્યો છે.
-પહેલા સંજયની બાયોપિકમાં રણબિર કપૂરના નામને લઇને સલમાન ખાન નારાજ હતો.
-એવા પણ ન્યૂઝ છે કે સંજય સાથે ઝઘડાનું કારણ સલમાનની મેનેજર રેશ્મા શેટ્ટી બની હતી.
અનેક ફિલ્મ્સમાં સાથે કર્યું છે કામ
-સલમાન ખાનને સંજય દત્તની અત્યંત નજીક માનવામાં આવે છે.
-બન્નેએ ‘સાજન’, ‘દસ’(અનરીલિઝ્ડ), ’ચલ મેરે ભાઇ’ અને ‘સન ઓફ સરદાર’ જેવી ફિલ્મ્સમાં એક સાથે કામ કર્યું છે.
-ઉપરાંત તે રિયાલિટી શો 'બિગ બોસ'ની પાંચમી સિઝનને પણ સાથે હોસ્ટ કરી ચૂક્યા છે.
-જ્યારે સંજય જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેણે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે તે ઇચ્છે છે કે સલમાન તેનાથી પણ મોટો સ્ટાર બને.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, સલમાન અને સંજય દત્તના અન્ય Photos..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો