તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડા પહોંચતા સલમાનને ફ્લાઇટમાં બેસવાની કરી મનાઇ, એરપોર્ટ પર કરી દલીલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ સલમાન ખાનને મુંબઇ એરપોર્ટ પર સોમવારે મોડા પહોંચવાને કારણે ફ્લાઇટમાં બેસવા દેવામાં આવ્યો ન હતો. સોમવારે એર વિસ્તારાની ફ્લાઇટથી તે દિલ્હી જવાનો હતો. 10:30 વાગ્યાની ફ્લાઇટ માટે તે બોર્ડિંગ સમય કરતા 15 મિનિટ મોડો પહોંચ્યો હતો. થોડા કલાક રાહ જોયા પછી તે બીજી ફ્લાઇટથી દિલ્હી ગયો હતો.
સલમાને કહ્યું- બોર્ડિંગ પાસ આપો નહીં તો ક્યારેય સફર નહીં કરૂ આ ફ્લાઇટમાં
-જાણકારી અનુસાર સલમાન ખાન દિલ્હી આવવા માટે એર વિસ્તારાની ફ્લાઇટ પકડવા માટે મુંબઇ એરપોર્ટ પહોંચ્યો હતો.
- બોર્ડિંગ ટાઇમથી તે 15 મિનિટ મોડો પહોંચ્યો હતો. જેથી તેને બોર્ડિંગ પાસ આપવામાં આવ્યો ન હતો.
- બોર્ડિંગ પાસ ન આપવાને કારણે સલમાન અને એરલાઇન્સના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર દલીલો થઇ હતી.
- એવું માનવામાં આવે છે કે સલમાને ત્યાં સુધી કહ્યું કે જો બોર્ડિંગ પાસ નહીં મળે તો તે ક્યારેય પણ આ કંપનીની ફ્લાઇટમાં સફર નહીં કરે. જોકે તો પણ તેને પાસ મળ્યો ન હતો.
ઓફિસર્સે સમજાવ્યો સલમાનને
-આ ઘટના પછી તેને વેઇટિંગ રૂમમાં લઇ જવામાં આવ્યો.
-જ્યાં એરલાઇન્સના ઓફિસર્સે તેને સમજાવ્યો હતો.
-એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ્સ અનુસાર, થોડા કલાક રાહ જોયા પછી સલમાન બીજી ફ્લાઇટમાં ગયો હતો.
-તે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં દિલ્હી ગયો હતો.
આગળની સ્લાઇડમાં ક્લિક કરી જુઓ સલમાન ખાનના ફોટોઝ..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો