તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અજય-શાહરૂખે જીતી સલમાન સાથેની રેસ, અક્કી-અનિલ રહી ગયા પાછળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ઈદ પર સલમાન ખાનની ફિલ્મ 'ટ્યૂબલાઈટ' 4500 સ્ક્રિન્સ પર રીલિઝ થઈ રહી છે. સિનેમા ટ્રેડ માને છે કે સલમાનની ફિલ્મ સાથે બહોળા પ્રમાણમાં ચાહકો જોડાય છે. જેને કારણે તમામ બિગ સ્ટાર્સ પોતાની ફિલ્મ્સના ટ્રેલર આ ફિલ્મ સાથે જોડવા માંગતા હોય છે.

રેસમાં શાહરૂખ-અજય નીકળ્યા આગળઃ
આ રેસમાં શાહરૂખની 'જબ હેરી મેટ સેજલ' તથા અજયની ફિલ્મ 'બાદશાહો', અક્ષય કુમાર 'ટોયલેટ એક પ્રેમકથા', શ્રીદેવીની 'મોમ', રણબિરની 'જગ્ગા જાસૂસ', નિલ કપૂર-અર્જુની 'મુબારકા', કાર્તિક આર્યનની 'ગેસ્ટ ઈન લંડન' તથા ટાઈગર શ્રોફની 'મુન્ના માઈકલ' સામેલ છે. આ દોડમાં શાહરૂખ તથા અજય દેવગમ આગળ નીકળ્યા છે. બંને ફિલ્મ્સના ટ્રેલર સલમાનની ફિલ્મ સાથે જોડાયા છે. બાકીનાએ પૈસા ખર્ચીને સ્લોટ લેવો પડશે. 2012માં 'જબ તક હૈં જાન' તથા 'સન ઓફ સરદાર'ના ક્લેશમાં સલમાને 'સન ઓફ સરદાર'માં કેમિયો કરીને અજયને સપોર્ટ કર્યો હતો. હવે, સલમાનના સંબંધો શાહરૂખ સાથે સારા થઈ ચૂક્યા છે. 

મલ્ટીપ્લેક્સે બનાવી પોલિસીઃ
થોડાં સમય પહેલાં એક ફિલ્મની સાથે 4-5 ફિલ્મના ટ્રેલર લોક કરી દેવાતા હતાં. હવે, મલ્ટીપ્લેક્સના માલિકે બે ટ્રેલર જ બતાવવાની સ્ટ્રિક્ટ પોલિસી બનાવી છે. બાકીનાએ પૈસા આપવા પડશે. સિંગલ સ્ક્રિનમાં મફતમાં કે પછી અંગત સંબંધોને આધારે તમામ ટ્રેલર પ્રદર્શિત થશે. ટ્રેલર બતાવવાની બે પ્રક્રિયા છે, એક ફિલ્મની નેગેટિવની સાથે જ ટ્રેલર આવે છે અને બીજું ટ્રેલર જોડવા માટે સ્લોટ ખરીદવો પડે. ટ્રેલર માટે કલાકારો લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યાં છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, અક્ષય તથા રણબિરે ચૂકવવા પડશે લાખો રૂપિયા...)
અન્ય સમાચારો પણ છે...