મોદી સરકારના કારણે સૈફ-કરીના દીકરા તૈમુરને નહીં મળે 5 હજાર કરોડની સંપત્તિમાં ભાગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દીલ્હીઃ મોદી સરકારે રાજ્યસભામાં 48 વર્ષ જુનું એનિમિ પ્રોપર્ટી એક્ટ(શત્રુ સંપતિ)માં એમેડમેન્ટ(સંશોધન)બિલ પસાર કરી દીધું છે. આ બિલ 10 માર્ચના રોજ પાસ થયું છે. આ બિલમાં યુદ્ધ બાદ પાકિસ્તાન અને ચીન ચાલ્યા ગયેલા લોકો દ્વારા છોડવામાં આવેલી મિલકત પર ઉત્તરાધિકારના દાવાઓને રોકવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ લોકસભામાં ગત વર્ષે જ આ બિલ પાસ થઈ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ખરડા માટે સરકારે પાંચવાર ઓર્ડિનન્સ લાવવો પડ્યો હતો. આમ આ કાયદાને લીધે કરીનાનો દીકરો તૈમુર અલી ખાન પટૌડી પિતા સૈફની 5,000 કરોડની પ્રોપર્ટીનો વારસદાર નહીં બની શકે. શું છે મામલો

નવાબ પટૌડીની સંપત્તિ શરૂઆતથી જ વિવાદમાં રહી છે. ભોપાલમાં તેની મિલકતો શત્રુ સંપત્તિ હેઠળ આવી ગઈ છે. ગૃહ મંત્રાલય આ પ્રોપર્ટીની તપાસ કરી રહ્યું છે. ભોપાલના છેલ્લા નવાબ અને સૈફના પરદાદા હમીદુલ્લા ખાનની સમગ્ર ચલ-અચલ સંપત્તિ કાયદા હેઠળ છે. હમીદુલ્લા ખાન ભોપાલના છેલ્લા નવાબ હતા, તેમને કોઈ દીકરો નહોતો અને માત્ર બે દીકરીઓ આબિદા સુલતાન અને સાજિદા સુલતાન જ હતી. રજવાડાની નીતિ મુજબ, મોટા સંતાનને વારસો મળતો હતો, આ કારણે આબિદા ઉત્તરાધિકારી હતી. જોકે આબિદા 1950માં પાકિસ્તાન ચાલી ગઈ હતી. તેમજ 1960માં નવાબનું નિધન થઈ ગયું. આથી તેની નાની દીકરી સાજિદા તેની વારસ બની ગઈ.
 
કઈ રીતે સૈફ બને છે વારસદાર
સાજિદા સુલતાનના લગ્ન પટૌડીના નવાબ ઇફ્તિઆર અલી સાથે થયા હતાં. તેને એક દીકરો અને બે દીકરી થઇ હતી. દીકરાનું નામ મન્સૂર અલી ખાન પટૌડી હતું. સાલેહા સુલતાન અને સબીહા સુલતાન તેમની દીકરીઓ હતી. જેમના લગ્ન હૈદરાબાદમાં થયા. મન્સૂર અલી ખાન પટૌડીએ એક્ટ્રેસ શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યાં.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો સૈફ અલી ખાનના પિતાના નામે પ્રોપર્ટી હતી કે નહીં, સરકાર કોને માને છે વારસદાર અને બીજી બાબતો
 
અન્ય સમાચારો પણ છે...