શશિની પ્રાર્થનાસભામાં આવ્યું કપૂર ફેમિલી, પહોંચ્યા રેખા,રાની-હેમા સહિતના સેલેબ્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ 4 ડિસેમ્બરના રોજ અવસાન પામેલ શશિ કપૂરની 7 ડિસેમ્બરની પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. આ પ્રેયરમીટમાં કપૂર ફેમિલી સાથે અનેક બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા હતા. આ દરમિયાન શશિ કપૂરની દીકરી સંજના હસતી જોવા મળી હતી. તેમની સાથે શશિનો દિકરો કુણાલ પણ જોવા મળ્યો હતો. શશિને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા આ સેલેબ્સ


-શશિ કપૂરના ચૌથામાં જમાઈ વાલ્મિક થાપર સિવાય જીતેન્દ્ર, રાકેશ રોશન, કરિશ્મા કપૂર, રણધીર કપૂર, બબિતા, રાજીવ કપૂર, શમ્મી કપૂરના પત્ની નીલીમા દેવી, કુણાલ ખેમુ-સોહા, કૃષ્ણા કપૂર, ડિમ્પલ કાપડિયા, રેખા, હેમા માલિની અને પૂનમ ધિલ્લોન સહિત અનેક સેલેબ્સ સામેલ થયા હતા.
- આ સિવાય ગુલઝાર, ડેન્ની, દલીપ તાહિલ, અંજન શ્રીવાસ્તવ, ચંકી પાંડે, જુહી બબ્બર અને સારિકા હસન પણ જોવા મળ્યા હતા.
-ઉલ્લેખનીય છે કે, શશિનું 4 ડિસેમ્બરના રોજ 79ની વયે નિધન થયું હતું. તેમને છાતીમાં દુખાવો થવાની ફરિયાદ બાદ કોકીલા બેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યાર બાદ 5 ડિસેમ્બરના રોજ બપોરના 12 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
-શશિ કપૂરની પત્ની જેનિફરનું 1984માં કેન્સરને કારણે નિધન થયું હતું. નિકટના લોકો જણાવે છે કે, જેનિફરના નિધન બાદ તે સાવ એકલા પડી ગયા હતા. તેના ત્રણ સંતાનો છે-કુણાલ, કરણ અને સંજના કપૂર.

 

આગળ જુઓ શશિ કપૂરની પ્રાર્થનાસભામાં આવેલા બોલિવૂડ સેલેબ્સના વધુ ફોટોઝ

અન્ય સમાચારો પણ છે...