કેટરિના-આદિત્યની 'ફિતુર'માંથી રેખા થઈ OUT, જાણો શું છે કારણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ ફિલ્મના ફર્સ્ટ લુકમાં આદિત્ય, અભિષેક, રેખા તથા કેટરિના)
મુંબઈઃ અભિષેક કપૂરની ફિલ્મ 'ફિતુર'માં શરૂઆતથી જ કલાકારોની આવન-જાવન થતી રહે છે. આ પહેલાં ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતને લેવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ આદિત્ય રોય કપૂરને લેવામાં આવ્યો. હવે રેખાએ આ ફિલ્મ છોડી દીધી છે. રેખાએ તો આ ફિલ્મના કેટલાંક સીન્સ પણ શૂટ કર્યા હતાં. તેમ છતાંય તેણે આ ફિલ્મમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે.

રેખાને ડિરેક્ટર સાથે ક્રિએટિવ વાંધાઓ હોવાથી ફિલ્મ છોડી દીદી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રેખા આ ફિલ્મ જે રીતે લખાઈ હતી, તે વાતથી ખુશ નહોતી. સિદ્ધાર્થ રોય કપૂરે રેખાને આ ફિલ્મ સાથે જોડાઈ રહેવા માટે ઘણી જ વિનંતી કરી હતી પરંતુ અભિનેત્રી એકની બે થઈ નહીં.

હવે, રેખાનું પાત્ર તબુને ઓફર કરવામાં આવ્યું છે. આ પાત્ર હવીશામ પર આધારિત છે. તબુ અંતિમ ઘડીએ આ ફિલ્મ સ્વીકારી લીધી છે. દર્શકો પણ 'હેદર' બાદ તબુને બીજા દમદાર પાત્રમાં જોવા આતુર છે.
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ફિલ્મમાં રેખાના કેટલાંક સીન્સ...)
અન્ય સમાચારો પણ છે...