Divya Bhaskar

Home » Bollywood » News » Bollywood Buzz » Ranbir Kapoor Reacts on Deepika Padukone Padmavati Look

'પદ્માવતી'માં દીપિકાના લુકને જોઈ રણબિરે કહ્યું, ‘હું ફિલ્મ જોવા માટે તડપી રહ્યો છું’

Divyabhaskar.com | Updated - Oct 10, 2017, 03:29 PM

થોડા સમય પહેલા જ દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવિર સિંહ સ્ટારર ફિલ્મ ‘પદ્માવતી’નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે.

  • Ranbir Kapoor Reacts on Deepika Padukone Padmavati Look
    મુંબઈ : થોડા સમય પહેલા જ દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવિર સિંહ સ્ટારર ફિલ્મ ‘પદ્માવતી’નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. જેને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફેન્સ જ નહીં, બોલિવૂડ સેલેબ્સ પણ ટ્રેલરને લઈને ખૂબ જ પોઝિટિવ ફીડબેક આપી રહ્યાં છે. થોડા સમય પહેલા જ રણબિર કપૂરે દીપિકાના પદ્માવતી લુક પર પોતાનું રિએક્શન આપ્યું હતુ...
    થોડા સમય પહેલા જ MAMI Film Festivalમાં ઉપસ્થિત રણબિર કપૂરે મીડિયા સાથે ઈન્ટરેક્ટ થતા કહ્યું હતુ, ‘ઈન્ડસ્ટ્રીમાં વધતા કોમ્પિટિશન જ તેને વધુ મહેનત કરવા માટે મોટિવેટ કરે છે’ રણબિર દીપિકાના લુક પર કહે છે’ તમને ખરાબ લાગે છે, પરંતુ તમે તેનાથી ઈન્સપાયર પણ થાયો છો. આ મારું દસમું વર્ષ છે. શરૂઆથના સમયમાં હું ખૂબ જ કોમ્પેટીટિવ અને જેલસ હતો, પરંતુ હવે હું તે જગ્યા પર પહોંચી ગયો છું કે જ્યાં વાત સરવાઈવલની છે. હું તે જોઈને ખૂબ જ ખુશ છે કે વરૂણે આટલી જલ્દી ‘જુડવા 2’ જેવી ફિલ્મ કરી, કેમ કે તે સમજી ગયો છે કે ઓડિયન્સને કેવી રીતે ખુશ કરવાના છે. બીજી તરફ મેં જ્યારે દીપિકા, શાહિદ અને રણવિરનો ‘પદ્માવતી’માં લુક જોયો તો તે પછી હું ફિલ્મ જોવા માટે તડપી રહ્યો છુ.’
    ઉલ્લેખનીય છે કે સંજય લીલા ભણશાલીની ‘પદ્માવતી’ આ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ છે. ફિલ્મમાં દીપિકાએ રાણી પદ્માવતીનો રોલ પ્લે કર્યો છે. શાહિદ કપૂર રાજા રાવલ રતન સિંહનો રોલમાં છે તો, રણવિર સિંહ અલાઉદ્દિન ખિલજીનો રોલ પ્લે કરી રહ્યોં છે.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending