તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજનીકાંતની 'કબાલી' રીલિઝ પહેલા લીક? ફિલ્મ જોવા કંપનીઓમાં રજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચેન્નઇઃ રજનીકાંતની 'કબાલી' રીલિઝના ત્રણ દિવસ પહેલા જ લીક થઇ છે. ડાર્ક વેબ પર તેની અનેક ડાઉનલોડ લિંક હોવાનું માનવામાં આવે છે. ફિલ્મમેકર આ લિંકને દૂર કરવાની કોશિશ કરી રહ્યા છે. આ જ વેબસાઇટ પર 'ઉડતા પંજાબ' અને 'સુલતાન' પણ લીક થઇ હતી. સાઉથ ઇન્ડિયામાં અનેક જગ્યાએ ટિકિટને લઇને મારામારી જોવા મળી રહી છે. ચેન્નઇ અને બેંગલુરૂમાં અનેક કંપનીઓએ ફિલ્મ રીલિઝ(22 જુલાઇ)ના દિવસે રજા જાહેર કરી છે. કર્મચારીઓ માસ લીવ અથવા તો સિક લિવ પર જવાના હતાં. જેને કારણે કંપનીઓએ પહેલાથી જ રજા જાહેર કરી.
એડવાન્સ બુકિંગમાં વેચાઈ મોટાભાગની ટિકિટ
- રજનીકાંત સ્ટારર આ ફિલ્મ બજેટ, પ્રમોશન અને ફિલ્મ મેકિંગને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મનું પ્રમોશન પણ અનોખા અંદાજમાં કરવામાં આવ્યું હતું.
- આ ફિલ્મમાં રજનીકાંતે એક ગેંગ્સ્ટરનો રોલ કર્યો છે. પીએ રંજીતના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં રાધિકા આપ્ટે પણ છે.
- 65 વર્ષના રજનીકાંતની ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ મોટાભાગની બધી ટિકિટ વેચાઇ ગઇ હતી.
અમેરિકાના 500 થિયેટરમાં રીલિઝ થશે ફિલ્મ
- ઇન્ટરનેશનલ બિઝનેસ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર કેટલાક થિયેટર્સમાં એક ટિકિટ 500થી 600 રૂપિયામાં વેચાય રહી છે.
- ઉર્વશી ડિજિટલ 4K સિનેમા બેંગલુરૂમાં ઓનલાઇન ટિકિટ વેચી રહી છે.
- અમેરિકાના 500 થિયેટરમાં પણ ફિલ્મના તમિલ અને તેલુગુ વર્ઝનને રીલિઝ કરવામાં આવશે. અમેરિકામાં ત્રણ અઠવાડિયાથી બુકિંગ ચાલુ છે.
- ફિલ્મ પ્રોડ્યુસર કલાઇપુલી થાનુના મતે,'કબાલી' માટે અમેરિકામાં 500 સ્ક્રિન હશે.
ટિકિટ ન મળવાથી ફેન્સ નિરાશ
- તમિલનાડુમાં મોટાભાગના મલ્ટિપ્લેક્સમાં મંગળવાર અને બુધવારે એડવાન્સ બુકિંગ શરૂ થયું હતું.
- ચેન્નઇમાં અનેક થિયેટરમાં રવિવારે જ એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયું હતું. તેની દરેક ટિકિટ વેચાઇ ગઇ હતી. 'કબાલી'ની ટિકિટ ન મળવાથી ફેન્સ નિરાશ થયા છે.
- શહેરના આઇટી પ્રોફેશનલ રાહુલ જયસૂર્યાએ કહ્યું કે,"હું એક પછી એક વેબસાઇટ પર ટિકિટ શોધી રહ્યો છું પરંતુ શુક્રવાર માટે ટિકિટ ક્યાંય મળતી નથી"
ફિલ્મે રીલિઝ થતા પહેલા જ કરી 200 કરોડથી વધુની કમાણી
- રજનીકાંતની અપકમિંગ ફિલ્મ 'કબાલી' એ રીલિઝ પહેલા જ સેટેલાઇટ અને ડિસ્ટ્રિબ્યૂશન રાઇટ્સ વેચીને 200 કરોડની કમાણી કરી છે. જ્યારે ફિલ્મનું બજેટ 160 કરોડ રૂપિયા છે.
- આવું પહેલીવાર થશે જ્યારે કોઇ ભારતીય ફિલ્મ સમગ્ર વિશ્વમાં 5000 સ્ક્રિન પર રીલિઝ થશે.
- આ ફિલ્મને મલેશિયા, ચાઇનીઝ અને થાઇ લેંગ્વેજમાં ડબ કરવામાં આવી છે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો, અનોખા અંદાજમાં પ્લેન પર પોસ્ટર લગાવી કરાયુ હતુ પ્રમોશન
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો