તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિરેક્ટર ઉપરાંત આ વ્યક્તિ જાણે છે Secret,'આખરે કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો'

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ ગત 16 મહિનાથી આ સવાલ લોકોને પરેશાન કરી રહ્યો છે કે 'આખરે કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો?' આ સવાલના જવાબ માટે દર્શકોને 14 એપ્રિલ,2017 સુધી રાહ જોવી પડશે. જોકે, 'બાહુબલી'ની ટીમના કેટલાક મેમ્બર્સને આ સવાલના જવાબની પહેલાથી જ જાણ હતી. પરંતુ હવે ટીમ ઉપરાંત I&B મિનિસ્ટર રાજ્યવર્ધન સિંહ રાઠોર પણ આ સવાલનો જવાબ જાણે છે.
ડિરેક્ટરે શૅર કર્યો ક્લાઇમેક્સ
47મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચેલા યુનિયન મિનિસ્ટર રાજ્યવર્ધન સિંહ રાઠૌરે એ વાત કબૂલ કરી હતી કે ડિરેક્ટર એસ.એસ.રાજામૌલીએ તેની સાથે 'બાહુબલી'નો ક્લાઇમેક્સ શૅર કર્યો હતો. રાજામૌલીનો આભાર વ્યક્ત કરતા રાઠૌરે જણાવ્યું હતું કે,"આટલી શાનદાર ફિલ્મ બનાવવા માટે અને કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો એ જણાવવા માટે આભાર. આમાં સરપ્રાઇઝ જેવું કંઇ જ નથી. તેમણે મને એ માટે જણાવ્યું કે સરકારને બધી જ જાણ હોવી જોઇએ અને સરકાર વાતને સિક્રેટ રાખી શકે છે." નોંધનીય છે કે ગોવામાં યોજાયેલા ફેસ્ટિવલમાં રાજામૌલી ચીફ ગેસ્ટ તરીકે આવ્યા હતાં.
શા માટે ચર્ચામાં રહી હતી 'બાહુબલી'?
10 જુલાઈ,2015ના રોજ રીલિઝ થયેલી 'બાહુબલી'ના પહેલા ભાગે કમાણીના રેકોર્ડ તોડવાની સાથે જ લોકો વચ્ચે એક સવાલ પણ છોડ્યો હતો. આ સાથે 'બાહુબલી'ને ગત વર્ષની સૌથી બેસ્ટ ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. ફિલ્મ રીલિઝ થયા પછી સોશ્યિલ મીડિયા પર એ સવાલ ટ્રેન્ડ થયો હતો કે 'આખરે કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો?' ફિલ્મના અંતે આ સવાલનો જવાબ આપવામાં આવ્યો ના હતો. અંતે એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે આ ફિલ્મની સિક્વલ 2017માં રીલિઝ થશે ત્યારે આ સવાલનો જવાબ મળશે.
આવતા વર્ષે રીલિઝ થશે 'બાહુબલી 2'
એસ.એસ.રાજામૌલીના ડિરેક્શનમાં બનેલી બાહુબલી 2 આવતા વર્ષે 17 એપ્રીલે રીલિઝ થશે. આ ફિલ્મનું 80% કામ પૂરું થઇ ચૂક્યું છે. ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબાતી, રામ્યા કૃષ્ણન અને સત્યરાજ મહત્વના રોલમાં જોવા મળશે.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ, મીડિયામાં લીક થઇ ચૂકેલી 'બાહુબલી 2'ના સેટની અન્ય કોન્સેપ્ટ તસવીરો.....
અન્ય સમાચારો પણ છે...