તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘બિગ બોસ’ના Ex-કન્ટેસ્ટન્ટ્સે એક બીજાને કન્ફેસ કર્યો પોતાનો પ્રેમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ : સેલિબ્રેટિઝ અનેક વખત મીડિયા સામે પોતાની પર્સનલ લાઈફ વિશે બોલવાનું પસંદ નથી કરતા, પરંતુ કેટલાક બોલિવૂડ સેલેબ્સ એવા પણ છે જે પોતાની પર્સનલ લાઈફ મીડિયા સામે ખુલ્લીને સામે લાવતા હોય છે. એવું જ એક કપલ છે પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી, જે ‘બિગ બોસ 9’ના કન્ટેસ્ટન્ટ રહી ચૂક્યાં છે. ‘બિગ બોસ’ના ઘરમાં કો-કન્ટેસ્ટન્ટ નોરા ફતેહી સાથે ક્લોજ રહી ચૂકેલા પ્રિન્સે થોડા સમય પહેલા જ યુવિકા માટે પોતાના પ્રેમને કન્ફેસ કર્યો હતો. પ્રિન્સે ખુલ્લીને યુવિકા માટે પોતાની ફીલિંગ્સ વ્યક્ત કરી હતી...

 

એક એન્ટરટેનમેન્ટ વેબસાઈટ સાથે થયેલી વાતચીમાં પ્રિન્સે જણાવ્યું હતું કે ‘ યુવિકાને મળ્યા પહેલા મેં અનેક રિયાલિટી શોઝ કર્યા છે. મેં સાંભળ્યું છે કે રિયાલિટી શોઝમાં બનેલું રિલેશનશિપ વધારે નથી ચાલતું, પરંતુ પ્રેમ સાચો હોય તો તમારો સંબંધ ક્યારેય તુટ્તો નથી. તમે તમારી પૂરી લાઈફ તેની સાથે વિતાવી શકો છો.’ બીજી તરફ યુવિકા કહે છે ‘એક વાત મને પ્રિન્સની ખૂબ પસંદ છે કે તે કહે છે તે જરૂર કરે છે અને માટે તેને પ્રેમ કરું છુ.’ ઉલ્લેખનીય છે કે આ પહેલા આ કપલ અનેક જગ્યાએ સાથે સ્પોટ થયું છે, પરંતુ યુવિકાએ હમેશા પોતાનું રિલેશનશિપને નકાર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...