એક્ટ્રેસનો ખુલાસો-Ex પાર્ટનરે કર્યો રેપ, બાર માલિકે પણ કર્યું છે બદકામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ તાજેતરમાં એચબીઓ ચેનલના હિટ શો 'વેસ્ટ વર્લ્ડ'ની સ્ટાર અને પોપ્યુલર હોલિવૂડ એક્ટ્રેસ ઈવાન રેશલુવેડ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રેશલ વુડ મુજબ, એક્સ પાર્ટનરે તેનો રેપ કર્યા બાદ તેને શારીરિક અને માનસિક રીતે પ્રતાડિત કરી હતી. તેણે અમેરિકન મેગેઝિન રોલિન સ્ટોનને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો હતો. રેશલવુડે ટ્વિટર પર ડિટેલ્ડ જાણકારી આપતો લેટર પણ શેર કર્યો છે. સુસાઈડ અંગે વિચારવા લાગી હતી. બાર માલિક પણ કરી ચૂક્યો છે રેપ

જાણકારી મુજબ, લેટરમાં રેશલવુડે લખ્યું છે-હાં, મારી સાથે રેપ કરવામાં આવ્યો. જ્યારે અમે બન્ને સાથે હતા ત્યારે મારા પાર્ટનરે બદકામ કર્યું. આ સિવાય એકવાર બાર માલિકે મારો રેપ કર્યો હતો. જોકે પહેલીવાર મને આ આ બાબતને લઈ વિશ્વાસ નહોતો કે મારા પાર્ટનરે મારી સાથે રેપ જેવું ખોટું કામ કર્યું છે, કારણ કે તે પણ મારા પર ખૂબ વિશ્વાસ કરતો હતો. પરંતુ બીજીવાર મને લાગ્યું કે, આ મારી ભુલ છે અને હવે મારે તેની સાથે વધુ લડવું જોઈએ. જોકે, હું ખૂબ ડરેલી હતી. હું એટલી તો ડરી ગઈ હતી કે, સુસાઈડ માટે વિચારવા લાગી હતી.
આગળની સ્લાઈડ્સમાં ઈવાન રેશલવૂડની વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...