તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્લેબેક સિંગર મુબારક બેગમનું અવસાન, લાંબા સમયથી હતા બીમાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ ફેમસ પ્લેબેક સિંગર મુબારક બેગમ(80)નું સોમવારે(18 જુલાઇ) રાતે સાડા નવ વાગે અવસાન થયું છે. તેણે જોગેશ્વરીમાં પોતાના નિવાસસ્થાન પર અંતિમ શ્વાસ લીધા હતાં. તે લાંબા સમયથી બીમાર હતાં. મુબારક બેગમને 1950થી 70ના દશકમાં હિંદી ફિલ્મ્સમાં ગાયેલા સદાબહાર ગીત અને ગઝલ માટે ઓળખવામાં આવે છે. મુબારક બેગમે પોતાના કરિયરમાં 115 ફિલ્મ્સમાં 175 જેટલા ગીતો ગાયા હતાં. 'કભી તન્હાઇયો મેં યૂં હમારી યાદ આયેગી','મુજકો અપને ગલે લગા લો એ મેરે હમરાહી..' વગેરેનો તેના ફેમસ ગીતોમાં સમાવેશ થાય છે. બેગમ લાંબા સમયથી મુંબઇમાં આર્થિક ભીંસમાં જીવન પસાર કરતા હતાં.
જ્યારે ગાવાનો મોકો મળ્યો તો અવાજ ન નીકળ્યો
-રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લામાં પોતાના મોસાળમાં જન્મ થયો હતો. પિતાની આર્થિક સ્થિતિ સારી ન હતી પરંતુ તેને સંગીતમાં ખૂબ રસ હતો. ત્યારબાદ મુબારકના પિતા પરિવારને લઇને મુંબઇ આવ્યા.
-અહીં મુબારક બેગમે કિરાના ઘરાનાના ઉસ્તાદ રિયાઝઉદ્દીન ખાં અને ઉસ્તાદ સમદ ખાંની પાસે તાલીમ લીધી. તે દિવસોમાં મુબારક બેગમને ઓલ ઇન્ડિયા રેડિયોમાં ઓડિશન આપવાનો મોકો મળ્યો.
-સંગીતકાર અજીત મર્ચન્ટે તેનું ઓડિશન લીધું અને તે પાસ થઇ ગયા. એક દિવસ ફેમસ સંગીતકાર રફીક ગઝનવીએ રેડિયો પર મુબારકનું ગીત સાંભળ્યું અને પોતાની ફિલ્મમાં ગીત ગાવા માટે કહ્યું. પરંતુ જ્યારે સ્ટૂડિયોમાં ગાવાનો સમય આવ્યો ત્યારે લોકોની ભીડ જોઇને તેના ગળામાંથી અવાજ જ ન નીકળ્યો.
આર્થિક ભીંસમાં પસાર કરી જિંદગી
-ફિલ્મ 'આઇયે'(1949)માં પહેલી વાર તેને ગાવાની તક મળી. ગીતના શબ્દો હતા 'મોહે આને લગી અંગડાઇ'. ત્યારબાદ મુબારક બેગમને વારંવાર તક મળવા લાગી. 'ફૂલોં કા હાર', 'કુંદન', 'દાયરા', 'શબાબ', 'મા કે આંસુ', 'ઔલાદ', 'શીશા', 'મધુમતી', 'દેવદાસ' તેમજ 'રિશ્તા' ઉપરાંત અનેક ફિલ્મ્સની મદદથી મુબારકે પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો હતો.
-1961માં 'હમારી યાદ આયેગી' ફિલ્મના 'ગીત કભી તન્હાઇયો મેં યૂં હમારી યાદ આયેગી'એ તેને સફળતાના શિખરો પર પહોંચાડ્યા.
-પરંતુ તે દરમિયાન ફિલ્મી દુનિયાની રાજનીતિએ તેની સફળતા પર ગ્રહણ લગાડ્યું. 1980માં બનેલી ફિલ્મ 'રામ તો દિવાના હૈ'નું ગીત 'સાંવરિયા તેરી યાદ' તેનું અંતિમ ગીત હતું.
-કામ મળવાનું બંધ થતાં મુબારક પાસે આવકનું કોઇ સાધન ન રહ્યું. તેનો એક દીકરો-વહૂ અને ચાર પૌત્રીઓ છે. દીકરો રિક્ષા ચલાવે છે અને દીકરીનું પાર્કિન્સનની બીમારીથી અવસાન થયું હતું.
મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલી આપી

આપણે ગઝલ ક્ષેત્રના વરિષ્ઠ કલાકાર ગુમાવ્યા છે. મુબારક બેગમનો અવાજ વિશિષ્ટ અને ઉંચા દરજ્જાનો હતો. તેમણે પોતાના ગાયનથી રસિકજનોના મનમાં સ્થાન બનાવ્યું હતું. આ ગીતોના માધ્યમથી તેમની યાદો હંમેશા શ્રોતાઓના મનમાં અમર રહેશે એમ મુખ્યમંત્રીએ શોકસંદેશમાં જણાવ્યું હતું.

અમદાવાદમાં સ્થાયી થયેલા

મુબારક બેગમનું કુટુંબ મૂળ રાજસ્થાનનું પણ તેમના પિતા અને દાદા અમદાવાદમાં આવીને સ્થાયી થયા હતા. તેઓ પાંચ ભાઈબહેન હતા. નાનપણથી જ તેમને ગાવાનો શોખ હતો જેના પર પિતાનું ધ્યાન ગયું હતું. કુટુંબના ભરણપોષણ માટે આ અવાજનો ઉપયોગ કરવો જોઈએ એમ તેમણે વિચાર્યું હતું અને મુંબઈ આવ્યા હતા.

ગુજરાતીમાં પણ ગીતો ગાયેલાં

મુબારક બેગમે ગુજરાતી ભાષામાં પણ ગીતો ગાયા હતા. આ ઉપરાંત રાજસ્થાની, સિંધી, પંજાબી, ઉર્દૂ ભાષાઓમાં ગીતો ગાયા હતા. ફિલ્મી, ધાર્મિક, લોકગીત વગેરે મળીને તેમણે એક હજારથી વધારે ગીતો ગાયા હતા.
આ ગીતને લીધે યાદ રહેશે મુબારક બેગમ
-'વો ન આયેંગે પલટ કે..' (દેવદાસ, 1955)
-'હમ હાલ-એ-દિલ સુનાયેંગે...'(મધુમતિ, 1958)
-'યે દિલ બતા હમ કહાં આ ગયે...'(ખૂની ખજાના, 1965)
-'નીંદ ઉડ જાયે તેરી, ચૈન સે સોને વાલે...'(જુઆરી, 1968)
-'વાદા હમસે કિયા, દિલ કિસી કો દીયા...'(સરસ્વતિચંદ્ર, 1968)
આગળની સ્લાઇડ્સમાં જુઓ, મુબારક બેગમના અન્ય Photos...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો