તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

11 ગોળીઓ મારી એક્ટ્રેસને ઉતારી મોતને ઘાટ, પછી કહ્યું હવે ક્યારેય નહીં નાચી શકે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાહોરઃ પાકિસ્તાનની લોકપ્રિય થિયેટર એક્ટ્રેસ કિસ્મત બેગની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, અજાણ્યા શખ્સો લાહોરમાં તેના હાથ-પગ તથા પેટમાં 11 ગોળીઓ મારીને ભાગી ગયા છે. પોલીસને શંકા છે કે કિસ્મતના મર્ડર પાછળ તેનો કોઈ પ્રેમી છે, કારણ કે હજી સુધી કોઈનું પણ નામ સામે આવ્યું નથી.

મર્ડરરે કહ્યું હતું કે હવે તુ ક્યારેય નાચી શકીશ નહીં....
જે રાત્રે ઘટના બની તે રાત્રે કિસ્મત એક શોમાંથી પોતાના ઘરે પરત ફરી રહી હતી. તેની કાર ડ્રાઈવર ચલાવતો હતો. ડ્રાઈવરને પણ ગોળી વાગી છે અને તેની સ્થિતિ હાલમાં સ્થિર છે. પોલીસના મતે, એટેક થયા બાદ ડ્રાઈવર કિસ્મતને લઈ હોસ્પિટલ આવ્યો હતો. જોકે, વધુ લોહી વહી જવાને કારણે કિસ્મતનું મોત થઈ ચૂક્યું હતું. પોલીસને આપેલા નિવેદનમાં ડ્રાઈવરે કહ્યું હતું કે એક એટેકર ગોળી માર્યા બાદ કહી રહ્યો હતો કે કિસ્મત હવે તુ ક્યારેય ડાન્સ નહીં કરી શકે. પોલીસે એ પણ કહ્યું હતું કે એટેકર્સે પહેલેથી જ થિયેટર બહાર રાહ જોઈ રહ્યાં હતાં. જેવી કિસ્મત બહાર નીકળી એટલે એક કાર તથા બાઈકે તેનો પીછો કર્યો હતો.

પહેલાં પણ બેવાર કિસ્મતને બનાવવામાં આવી હતી ટાર્ગેટઃ
પોલીસના મતે, કિસ્મતને પહેલાં બેવાર ટાર્ગેટ બનાવવામાં આવી હતી. જોકે, તે બચી ગઈ હતી. શરૂઆતની તપાસમાં ખ્યાલ આવે છે કેકિસ્મત ફૈસલાબાદમાં કોઈ બિઝનેસમેન સાથે રિલેશનશીપમાં હતી. ઈન્વેસ્ટિગેશન ઓફિસ અસગર હુસૈને કહ્યું હતું કે તે ટૂંકમાં જ બિઝનેસમેન તથા ફેમિલી મેમ્બર્સની પૂછપરછ કરશે. આ વાતનો ખુલાસો ટૂંક સમયમાં જ થઈ શકે કે કોણે હત્યા કરી છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, કિસ્મત બેગની ખાસ તસવીરો.....)
અન્ય સમાચારો પણ છે...