તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાણો, કંદીલ બલોચે Last Interviewમાં શું કહ્યું હતું, પાક.ને આપ્યો હતો પડકાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ પાકિસ્તાની કોન્ટ્રોવર્શિયલ મોડલ કંદીલ બલોચની મુલ્તાનમાં હત્યા કરી નાખવામાં આવી હતી. તેના 30 વર્ષીય ભાઈ વસીમે તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. પોલીસના જમાવ્યા પ્રમાણે, કંદીલનો ભાઈ તેની ફેસબુક પ્સોટ તથા વીડિયોને લઈને ધમકી આપતો હતો. તેના પર સતત મોડલિંગ છોડી દેવાનું પ્રેશર કરવામાં આવતું હતું. બલોચ મોટાભાગે ક્રિકેટ સાથે જોડાયેલા નિવેદનોને લઈને ચર્ચામાં રહેતી હતી. હાલમાં જ તેના બે લગ્નની વાત સામે આવતા પરિવાર નારજ થયો હતો.

મને નથી લાગતું કે વીડિયો બનાવતા પહેલાં ક્લાસ લેવાની જરૂર હતી..
કંદીલે થોડાં સમય પહેલાં એક લિડિંગ પબ્લિકેશનને ઈન્ટરવ્યૂ આપ્યો હતો અને તેમાં તેણે સોશ્યિલ મીડિયામાં પોતાના મ્યૂઝિક વીડિયોને લઈને ખુલાસાઓ કર્યાં હતાં. આ મ્યૂઝિક વીડિયોમાં કંદીલ ડાન્સને કારણે ચર્ચામાં આવી હતી. હાલમાં જ રીલિઝ થયેલો 'બેન' મ્યૂઝીક વીડિયોને લઈને કંદીલે કહ્યું હતું કે તેણે તે વીડિયોમાં કામ કર્યું હતું પરંતુ તેને નથી લાગતું કે તેણે કંઈ ખોટું કર્યું હોય. તેને એમ પણ ના લાગ્યું કે વીડિયો બનાવતા પહેલાં તેણે કોચિંગ ક્લાસની જરૂર હતી. જોકે, તેને ખ્યાલ છે કે આ વીડિયો બાદ તેની પર કેસ કરવામાં આવશે. જોકે, તે આ બધાથી ટેન્શન ફ્રિ છે અને તેને વીડિયો આવી ચૂક્યો છે.

માથે ક્યારેય દુપટ્ટો નહીં નાખુઃ
જ્યારે કંદીલને પૂછવામાં આવ્યું કે તેનો મ્યૂઝિક વીડિયો લિરિક્સને કારણે બૅન કરી દેવામાં આવે તો તે શું કરશે. તો તેણે જવાબ આપ્યો હતો કે બે ત્રણ દેશોની મ્યૂઝિક ચેનલ તેનો વીડિયો ક્યારે પ્લે કરશે નહીં. આથી જ તે ઈન્ટરનેટ પર અપલોડ કરશે. તેને વિશ્વાસ નથી કે તેનો વીડિયો પાકિસ્તાનમાં આટલો લોકપ્રિય થઈ ચૂક્યો છે. તેઓ(પાકિસ્તાની લોકો) સમજે છે કે તે પાકિસ્તાનને બદનામ કરે છે. અનેક લોકો કહે છે કે તે બલોચ નથી અને તેણે બલોચ કમ્યુનિટી માટે કોઈ કામ કર્યું નથી. તેમને લાગે છે કે તે જે પણ કરે છે, તેનાથી પાકિસ્તાન બદનામ થાય છે પરંતુ તે રોકાશે નહીં. માથે દુપટ્ટો પણ ઢાંકશે નહીં.

17 વર્ષની ઉંમરે મારા લગ્ન કરી દેવાયાઃ
પોતાના લગ્ન અંગે કંદીલે કહ્યું હતું કે તે જ્યારે 17 વર્ષની હતી ત્યારે તેના પર લગ્નને લઈને દબાણ કરવામાં આવ્યું હતું. તે લગ્ન કરવા નહોતી માંગતી પરંતુ આગળ ભણવા માંગતી હતી, જીવનમાં આગળ વધવા માંગતી હતી. જોકે, તેની એક વાત માનવામાં આવી નહીં. જોકે, આજે તે સફળ છે અને અનેક લોકોએ તેના હસબન્ડ હોવાનો દાવો કર્યો છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, કંદીલ બલોચનો પૂરો ઈન્ટરવ્યૂ....)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો