સેન્સર બોર્ડના ચેરમેન પદેથી પહલાજની હકાલપટ્ટી, પ્રસૂન જોશી બનશે નવા અધ્યક્ષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ સેન્સર બોર્ડના ચેરમેન પદ પરથી પહલાજ નિહલાનીને હટાવવામાં આવ્યા છે. પહલાજની જગ્યાએ ગીતકાર અને કવિ પ્રસૂન જોશી આવશે છે. પહેલાજે વર્ષ 2015ના જાન્યુઆરીમાં સેન્સર બોર્ડના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી હતી. તેમના અઢી વર્ષના કાર્યકાળામાં જેમ્સ બોન્ડ સીરિઝની નવી ફિલ્મ 'સ્પેક્ટર'માં કિસિંગ સીન કાપવાથી લઈ 'ઉડતા પંજાબ'ના સીન્સ પર કાતર ફેરવી દેવાને લઈ અનેક વિવાદો સંકળાયેલા છે.
 
તાજેતરમાં રત્ના પાઠક અને કોંકણા સેન સ્ટારર ‘લિપસ્ટિક અન્ડર માય બુર્ખા’ અને નવાઝુદ્દીન સિદ્દીકીની ‘બાબૂમોશાય બંદુકબાઝ...’ને બોર્ડમાં સર્ટિફિકેશન મળવા મામલે પણ ખૂબ વિવાદ રહ્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં પ્રસૂન જોશીનો ફોટો
અન્ય સમાચારો પણ છે...