Divya Bhaskar

Home » Bollywood » News » Bollywood Buzz » Padmavati trailer trending number 1 on YouTube

‘પદ્માવતી’ના ટ્રેલરે બનાવ્યો રેકોર્ડ, એક દિવસમાં આવ્યા 16 મિલિયનથી વધુ વ્યૂઝ

Divyabhaskar.com | Updated - Oct 11, 2017, 01:23 PM

થોડા સમય પહેલા જ સંજય લીલા ભણશાલીની પીરિયડ ડ્રામા ‘પદ્માવતી’નું ટ્રેલર રીલિઝ થયું છે.

  • Padmavati trailer  trending number 1 on YouTube
    મુંબઈ : થોડા સમય પહેલા જ સંજય લીલા ભણશાલીની પીરિયડ ડ્રામા ફિલ્મ ‘પદ્માવતી’નું ટ્રેલર રીલિઝ થયું છે. દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવિર સિંહ સ્ટારર આ ફિલ્મનું ટ્રેલર એક દિવસમાં એટલી વધુ વખત જોવામાં આવી રહ્યું છે કે યૂટ્યૂબ પર અત્યાર સુધી 16,629, 887 વ્યૂઝ આવી ચૂક્યા છે. એક જ દિવસમાં બનાવ્યો રેકોર્ડ...

    16 મિલિયનનો આંકડો ક્રોસ કરનાર આ ટ્રેલર યૂટ્યૂબ પર સૌથી વધુ જોવામાં આવેલું ટ્રેલર બની ગયુ છે. આ ટ્રેલરને એટલું વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે વ્યૂઅર્સ સતત તેની પર કમેન્ટ કરી રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યાં છે. આટલો બધો પોઝિટિવ રિસ્પોન્સ જોઈને અલાઉદ્દિન ખિલજીનો રોલ પ્લે કરી રહેલો રણિવર સિંહએ ઈમનોશનલ થઈને સોશ્યિલ મીડિયા પર ફેન્સનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે ફિલ્મની ટીમને પણ શુભકામનાઓ આપી હતી. રણવિરનું ટ્વિટ, Although this film, for me, is beyond numbers..this is a pretty amazing record! Congrats to the team! #PadmavatiTrailer @FilmPadmavati
    ઉલ્લેખનીય છે કે સંજય લીલા ભણશાલીની ‘પદ્માવતી’ આ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ છે. ફિલ્મમાં દીપિકાએ રાણી પદ્માવતીનો રોલ પ્લે કર્યો છે. શાહિદ કપૂરે રાજા રાવલ રતન સિંહનો રોલ પ્લે કર્યો છે. જ્યારે રણવિર સિંહએ અલાઉદ્દિન ખિલજીનો રોલ પ્લે કરી રહ્યો છે.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending