‘પાનસિંહ તોમર’ના એક્ટરનું નિધન, કેન્સરને લીધે થઈ'તી આ હાલત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: ‘બેંડિટ ક્વિન’ (1995), ‘સ્લમડોગ મિલિયોનર’(2009), ‘પીપલી લાઈવ’(2010), ‘પાન સિંહ તોમર’(2012) અને ‘જોલી એલએલબી’(2013) જેવી ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલા એક્ટર સીતારામ પંચાલનું નિધન થઈ ગયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતાં. ઉલ્લેખનીય છે કે સીતારામને ફેફસા તથા કિડનીનું કેન્સર હતું. પરિવારમાં તેઓ એક માત્ર કમાતા હતાં. તેમની સારવાર માટે સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ચલાવવામાં આવ્યું હતું.
 
મદદ માટે થઈ હતી અપીલઃ

થોડાં દિવસ પહેલા સોશ્યિલ મીડિયા પર તેમની મદદ કરવા માટે એક કેમ્પેઈન ચલાવવામાં આવ્યુ હતુ. કેતન દીક્ષિત કેડી નામની પ્રોફાઈલથી સીતારામનો એક ફોટો શૅર કરવામાં આવ્યો હતો અને ચાહકો પાસે મદદ માંગવામાં આવી હતી. 
આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સીતારામ પંચાલના વધુ ફોટોઝ
 
 
અન્ય સમાચારો પણ છે...