વરૂણ ધવન માટે ખૂબ જ મુશ્કેલ રહી ‘ઓક્ટોબર’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ : વરૂણ ધવન પોતાની ફિલ્મ ‘ઓક્ટોબર’નું શૂટિંગ પૂરી કરી લીધી છે. મનાલી અને દિલ્હીમાં શૂટ થયેલી આ ફિલ્મ આવતા વર્ષે 13 એપ્રિલે રીલિઝ થશે. થોડા સમય પહેલા જ સોશ્યિલ મીડિયા પર ફેન્સ સાથે થયેલા એક ઈન્ટરએક્ટિવ સેશનમાં જ્યારે વરૂણને પુછવામાં આવ્યું કે અત્યાર સુધીમાં તેનું સૌથી ટફેસ્ટ પરફોર્મન્સ કયું રહ્યું ? તેના જવાબમાં તેણે કહ્યું... ‘ઓક્ટોબર’ ખૂબ જ મુશ્કેલ રહી,’ એક બીજા ટ્વિટમાં તેને પુછવામાં આવ્યું કે ફિલ્મ ક્યારે રીલિઝ થઈ રહી છે, તો તેના જવાબમાં તેણે કહ્યું કે આવતા વર્ષે 13 એપ્રિલે. ઉલ્લેખનીય છે કે એક ઈન્ટરવ્યૂમાં વરૂણે કહ્યું  ‘આ એક અધભૂત એક્સપિરિયન્સ રહ્યો છે. અમે આ ફિલ્મને 38 દિવસમાં પૂરી કરી દીધી’. ‘ઓક્ટોબર’ મારા માટે એક ફિલ્મથી વધુ છે. શૂજિત દા (શૂજિત સરકાર)ની સાથે કામ કરવું મારું સપનુ હતુ. મને લાગે છે આ ફિલ્મે મને એક વ્યકિત તરીકે બદલી નાખ્યો છે.’

અન્ય સમાચારો પણ છે...