તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'ઈત્તેફાક'થી 'ટ્રેપ્ડ' સુધી, આ ફિલ્મ્સ પણ શૂટ થઈ હતી માત્ર એક જ ઘરમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ જો સ્ક્રિન પ્લે રાઈટર પાસે સારી થીમ કે પ્લોટ હોય અને નિર્દેશકની પિક્ચરાઈઝેશન પર સારી પકડ હોય તો એક ઘર કે ફ્લેટમાં એક સ્ટોરીને લઈ એક સારી ફિલ્મ આપી શકાય છે. તેનું તાજેતરનું ઉદાહરણ વિક્રમાદિત્ય મોટવાણે નિર્દેશિત 'ટ્રેપ્ડ' છે. બિલ્ડીંગના પાંત્રીસમાં ફ્લોર પર દુર્ભાગ્યપૂર્ણ રીતે અટકેલો વ્યક્તિ(રાજકુમાર રાવ), કેવી મુશ્કેલી સ્થિતિમાંથી પસાર થાય છે, તેનું રોમાંચક ચિત્રણ આ ફિલ્મમાં છે. લાઈટ નથી અને પીવાનું પાણી ખુટી જાય છે, મોબાઈલની બેટરી ઉતરી જાય છે, જીવવાનો કોઈ આધાર રહેતો નથી. આ પ્રકારની ફિલ્મ ડાયલોગથી વધુ એક્સપ્રેશન અને કેમેરાથી બોલે છે, તે રોચકતા આ ફિલ્મમાં છે. સુનિલ દત્તે 'યાદેં' બનાવી કર્યો પ્રયોગ
 
 
પરંતુ એક ઘરમાં જ એક આખી ફિલ્મ તે કોઈ નવી વાત નથી. તે પણ એક ફિલ્મ નિર્માણનો પ્રકાર છે, કદાચ તમને ખબર નહીં હોય. વર્ષ 1964માં સુનિલ દત્તે એક પાત્રીય ફિલ્મનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે તેને ફિલ્મનું માધ્યમ માનવામાં આવ્યું અને ફિલ્મનું નામ હતું 'યાદે'. સુનિલ દત્તે પોતાના અજન્ટા આર્ટ્સ બેનર્સ માટે આ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન કર્યું હતું. માત્ર એક બે સીન માટે નરગીસજી હતા. આ ફિલ્મને ખાસ સફળતા મળી નહીં, પણ અમુક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં તે સામેલ થઈ ગઈ.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો એક જ ઘરમાં શૂટ થયેલી બોલિવૂડ ફિલ્મ્સ અંગે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો