મમતા કુલકર્ણી-વિક્કી ગોસ્વામી વિરૂદ્ધ અદાલતે ઈશ્યૂ કર્યું બિન જામીનપાત્ર વોરંટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જીલ્લાની અદાલતે કથિત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સપ્લાયર વિક્કી ગોસ્વામી તથા તેની સહયોગી અને બોલિવૂડ એક્ટ્રેસ મમતા કુલકર્ણી વિરૂદ્ધ એફેડ્રિન મળવાના કેસમાં સોમવાર(27 માર્ચ)ના રોજ બિન જામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યુ છે.
 
બંને હાલમાં ભારત બહાર હોવાનું માનવામાં આવે છે. જીલ્લા ન્યાયાધીશ એચએમ પટવર્ધને વોરંટ ઈશ્યૂ કર્યું છે. થાણે પોલીસે ગયા વર્ષે સોલાપુરમાં એવોન લાઈફ સાઈન્સ પર રેડ પાડી હતી અને ત્યાંથી બે હજાર કરોડ રૂપિયાનું લગભગ 18.5 ટન એફેડ્રિન મળી આવ્યું હતું.
 
 
પોલીસના જણાવ્યા પ્રમાણે, એફેડ્રિન એવોલ લાઈફ સાઈન્સમાંથી કેન્યામાં આવેલા ડ્રગ માફિયા વિકી ગોસ્વામીને ડ્રગ્સ મોકલવાનો હતો. પોલીસે આ અંગે 10થી વધુ વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ પહેલાં ગયા વર્ષે મમતા કુલકર્ણીના વકીલે રેકોર્ડેડ નિવેદનનો વીડિયો જાહેર કરીને પોતાના ક્લાઈન્ટને નિર્દોષ ગણાવી હતી. આ વીડિયોમાં મમતાએ કહ્યું હતું કે તે ભારતીય બંધારણનું સન્માન કરે છે. જોકે, તે થાણે પોલીસ તથા અમેરિકન ડ્રગ એનફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન પર વિશ્વાસ કરતી નથી. બંને સંસ્થા તેના વિરૂદ્ધ ખોટું ષડયંત્ર કરીને તેને ફસાવી રહ્યાં છે. 

મમતાએ દાવો કર્યો હતો કે છેલ્લાં 20 વર્ષથી તે આધ્યાત્મા સાથે જોડાઈ ચૂકી છે અને સંન્યાસી જીવન જીવી રહી છે. પૈસા, સંપત્તિ તથા એશોઆરામથી દૂર છે તો પછી તે ડ્રગ્સનો ધંધો કેમ કરશે. મમતાએ થાણે પોલીસના 2000 કરોડના ડ્રગના દાવાને ખોટો ગણાવ્યો છે. મમતાએ કહ્યું હતું કે બેંક એકાઉન્ટમાં માત્ર 25 લાખ રૂપિયા છે અને તે તેણે અભિનેત્રી તરીકે કમાયા હતાં. 
અન્ય સમાચારો પણ છે...