તો આ કિંમત પર નેટફ્લિક્સે ખરીદ્યા ‘બાહુબલી’ના સ્ટ્રિમિંગ રાઈટ્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ એસ.એસ રાજામૌલીની ‘બાહુબલી’એ કમાણીની દ્રષ્ટિએ અનેક રેકોર્ડ સર્જ્યા છે. આ ફિલ્મે અત્યારે સુધી લગભગ 1700 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકી એન્ટરટેઈનમેન્ટ કંપની નેટફ્લિક્સે ‘બાહુબલી : ધ બિગનિંગ’ અને ‘બાહુબલી : ધ કનકલૂઝન’ના સ્ટ્રિમિંગ રાઈટ્સ ખરીદી લીધા છે. આ કરાર લગભગ 25.5 કરોડ રૂપિયામાં નક્કી થયો છે. નેટફ્લિક્સ કમ્યુનિકેશનના વાઈસ પ્રેસિડેન્ટ જેસિકા લીએ જણાવ્યું હતુ કે તેઓ ભારતીય દર્શકો માટે મનોરંજક અને ઓરિજનલ કોન્સેપ્ટ પર બનેલી ફિલ્મ્સ અને શોઝની લાઈબ્રેરી બનાવે. જે માટે તેઓ મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યાં છે. આ ડિલ પછી 192 દેશોના દર્શકો નેટફ્લિક્સ પર ‘બાહુબલી’ને ઓનલાઈન જોઈ શકશે.
અન્ય સમાચારો પણ છે...