તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સવારે 3 વાગે રજનીકાંતની 'કબાલી'નો 1st શો, થિયેટરે કરી છે આવી તૈયારી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ રજનીકાંતની ફિલ્મ 'કબાલી' 22 જુલાઈના રોજ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મ માટે વિશ્વભરના થિયેટરમાં તૈયારી ચાલે છે. જોકે, મુંબઈના 70 વર્ષ જૂના અરોરા થિયેટરે કંઈક અલગ જ તૈયારી કરીને રાખી છે. મુંબઈના તમિલ વિસ્તાર આવેલું આ થિયેટર 700ની બેઠક ક્ષમતા ધરાવે છે અને રોજ 6 શો બતાવવામાં આવશે. ફિલ્મનો પહેલો શો સવારના ત્રણ વાગે બતાવવામાં આવશે. ત્યારબાદ સવારે છ, 10, બપોરના ત્રણ, સાંજે 6 તથા રાતના 9 વાગ્યાના શો છે.

ઓપન બસમાં કરવામાં આવી રહ્યાં છે પ્રમોશનઃ
ફિલ્મની પ્રોડક્શન ટીમે 19 જુલાઈના રોજ ઓન ગ્રાઉન્ડ પ્રમોશન શરૂ કર્યું છે. અરોરા થિયેટરમાંથી રોજ એક ઓપન ટોપ બસ રજનીકાંતના ચાહકોને એટ્રેક્ટ કરવા માટે નીકળે છે. આ સિવાય થિયેટરના એન્ટ્રી ગેટ આગળ રજનીકાંતના બે મોટા કટ-આઉટ તથા અનેક પોસ્ટર્સ મૂકવામાં આવ્યા છે.

રજનીકાંતના ચાહકો 'કબાલી'ની જેમ ગેટઅપ કરે છે અને ફેસ માસ્ક લગાવીને ઓપન ડબલ ડેકર બસમાં ફરી રહ્યાં છે અને લાઉડસ્પીકરની મદદથી ફિલ્મને પ્રમોટ કરે છે. આટલું જ નહીં મુંબઈ સ્થિત રજનીકાંત ફેન ક્લબ અરોરા થિયેટરમાં પોતાના સુપરસ્ટારની નવી ફિલ્મ રીલિઝના પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવશે. આ સિવાય. અન્ય ચેરિટી ઈવેન્ટ્સ પણ યોજવામાં આવશે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, અરોરા થિયેટરની બહારની તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો