જ્યારે પણ વડાપ્રધાન મોદી અમેરિકાની મુલાકાતે જાય છે ત્યારે બંને કન્ટ્રી લીડર કરતા વધુ ચર્ચામાં રહે છે યુએસ ફર્સ્ટ લેડીનો ડ્રેસ..એ પછી મિશેલ ઓબામા હોય કે મલેનિયા ટ્રંપ,,આ વખતે પણ મોદી, ટ્રંપ અને મિસિસ ટ્રંપને મળ્યા ત્યારે મુલાકાત જેટલો જ ચર્ચામાં રહ્યો મલેનિયા ટ્રંપનો ડ્રેસ. જ્યારે મોદી વ્હાઈટ હાઉસ પહોંચ્યા ત્યારે ખુદ ડોનાલ્ડ ટ્રંપ અને મલેનિયા તેમનુ સ્વાગત કરવા આવ્યા હતા. આ સમયે મલેનિયાએ પીળા રંગનું બેલ્ટેડ ફ્લોરલ પ્રિન્ટ ગાઉન પહેર્યું હતુ. જેની કિંમત 2160 ડોલર એટલે કે દોઢ લાખ રૂપિયા માનવામાં આવે છે. આ ડ્રેસમાં એવી કોઈ ખાસિયત નહોતી પરંતુ મલેનિયાની સુંદરતા અને સ્માઈલના કારણે આ ડ્રેસ તેના પર સૌથી વધુ ઉઠતો હતો. ટ્વિટર પર તો મલેનિયાના ફેન્સે ખુબ પ્રશંસા કરી, પરંતુ ટ્રંપના કહેવા મુજબ ઘણાં ફેશન ડિઝાઈનર્સે રાષ્ટ્રપતિ પદના શપથ સમારોહ માટે ડ્રેસ ડિઝાઈન કરવાનો ઈન્કાર કરી દીધો હતો.